ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / commonwealth games 2022 covid case in indian womens hockey team navjot kaur in isolation
ADVERTISEMENT
ADVERTISEMENT
કોમનવેલ્થ ગેમ્સ 2022માં મેડલની આશા લગાવીને બેઠેલી ભારતીય મહિલા હોકી ટીમ પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ટીમના મિડફીલ્ડર નવજોત કૌર કોવિડ 19 પોઝિટિવ આવ્યા છે. તેમને હાલમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા હોકી ટીમે પ્રથમ દિવસે જ ધાના પર 5-0થી જીત મેળવી છે.

ADVERTISEMENT
નવજોત કૌરને ભારત પરત મોકલી શકે છે
મહિલા હોકી ટીમ સાથે જોડાયેલ સૂત્રોએ જણાવ્યું છે કે, નવજોત કૌરને આઈસોલેશનમાં રાખવામા આવ્યા છે. તેઓ પ્રથમ ટેસ્ટમાં કોવિડ પોઝિટિવ આવ્યા છે. તથા બીજા ટેસ્ટમાં તેમના CT વેલ્યૂમાં સુધાર આવ્યો છે. બીજાને તેમનાથી સંક્રમણનો ના બરાબર છે. પણ શક્ય છે કે આઈસોલેશન બાદ તેમને ભારત પરત મોકલવામાં આવે.
ADVERTISEMENT

મહિલા ક્રિકેટ ટીમમાં બે પોઝિટિવ કેસ મળ્યા
ADVERTISEMENT
હાલમાં જ મહિલા ક્રિકેટ ટીમની પૂજા વસ્ત્રકાર અને એસ મેઘના પણ કોવિડ પોઝિટિવ આવ્યા છે. જો કે, હવે બંને રિકવર થઈ ચુકી છે. તે જ સમયે મેઘનાએ ટીમ ઈન્ડિયા જોઈન કરી લીધી છે. જ્યારે પૂજા 3 ઓગસ્ટના રોજ થનારી ટૂર્નામેન્ટમાં ટીમમાં જોડાશે.
સંકળાયેલા મુદ્દાઓ