CM રૂપાણીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતુ કે, ગયુ આખુ વર્ષ આપણે કોરોના સામે જંગ ખેલ્યો. જનતાએ પૂરેપૂરો સરકાર આપ્યો હતો. પણ ફેબ્રુઆરીમાં ખુબ ઓછા કેસ થઈ જતા, લોકોમાં બેફીકરાઈ જોવા મળી હતી અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં ઢિલાસ આવતા કોરોનાના કેસ વધ્યા છે. હવે ઢિલાસ નહીં ચાલે. ગુજરાત સરકારે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલોથી લઈને તમામ તબક્કે તૈયારીઓ દર્શાવી છે અને હાલ સંપૂર્ણ રીતે આપણે ફરીથી કોરોનાને હરાવીશું.
વધુમાં CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, જેટલા કેસ છે તેના કરતા 5 ગણા બેડ તૈયાર છે. હાલ 5000 બેડ તૈયાર છે. ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં બેડ તૈયાર છે. ખાનગી હોસ્પિટલમાં મનપા દ્વારા સહાય મળતી હતી તે અંગે નિર્ણય લઈશું. શાળા-કોલેજો અંગે નિર્ણય લેવાશે. અને લોકડાઉન કોઈ સંજોગોમાં નહીં આવે. હાલ 3 લાખ વેક્સિનેશન આપવામાં આવે છે. હજુ વધારે રસીકરણ કરવામાં આવશે.