ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Cm Rupani lonch today digital seva setu program today

સારા સમાચાર / CM રૂપાણીએ લૉન્ચ કર્યુ ડિજિટલ સેવા સેતુ, આટલા કામો માટે હવે જિલ્લા કચેરીએ ધક્કા નહીં ખાવા પડે

Published By: Gayatri

Last Updated: 03:37 PM, 8 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગામડાઓનો વિકાસ એ ખરેખર વિકાસ છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક સરાહનીય પગલું લેવામાં આવ્યું છે. 23 જિલ્લાની 7692 ગ્રામ પંચાયતોને આવરી લેવાઇ છે.

ADVERTISEMENT

  • આજથી ગામડાઓમાં મળશે ડિજિટલ સેવાઓ
  • રેશનકાર્ડ,ક્રિમિલિયર સર્ટિ, એફિડેવિટ જેવી સેવાઓ મળશે
  • ગામડાઓમાં કુલ 22 જેટલી સેવાઓ ગામમાં જ મળશે
     

ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર આજે ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમ લોન્ચ કરશે. cm રૂપાણી આ સેવાનું ઉદ્ઘાટન કર્યુ છે. 

સર્ટિફિકેટ મેળવવાની ફી રૂ.20 રહેશે

હવેથી જરૂરી દસ્તાવેજો માટે કચેરીઓના ધક્કા નહી ખાવા પડે . દસ્તાવેજો માટે ઓનલાઇન સેવા શરૂ કરાશે. લોકોને ગ્રામ પંચાયત કક્ષાએ મળી સેવા રહેશે. રેશનકાર્ડ, ક્રિમિલિયર સિર્ટિ, એફિડેવિટ જેવી સેવાઓ મળશે. રેશનકાર્ડમાં નામ ઉમેરવું, નામ કઢાવવાની સેવા મળશે. ગ્રામ પંચાયતથી આવકનો દાખલો મેળવી શકાશે. સર્ટિફિકેટ મેળવવાની ફી રૂ.20 રહેશે

23 જિલ્લાની 7692 ગ્રામ પંચાયતોને આવરી લેવાઇ

સોગંધનામા માટે નોટરી પાસે જવાની જરૂર નહી રહે. ગામડાઓમાં કુલ 22 જેટલી સેવાઓ ગામમાં જ મળશે. આજથી 2 હજાર પંચાયતોમાં 22 જેટલી સેવાઓ મળશે. ડિસેમ્બર 2020 સુધી 8 હજાર ગામોને આવરી લેવાશે. રાજ્યમાં 32,961 કિમી અંડર ગ્રાઉન્ડ ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક તૈયાર છે. 23 જિલ્લાની 7692 ગ્રામ પંચાયતોને આવરી લેવાઇ છે. 

ડિજિટલ સેવા સેતુમાં 20 સેવાઓ કરાયો સમાવેશ 

1.    રેશનકાર્ડમાં નામ ઉમેરવું
2.    રેશનકાર્ડમાંથી નામ કમી કરવું
3.    રેશનકાર્ડમાં નામ બદલવું
4.    નવું રેશનકાર્ડ કઢાવવું
5.    ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવું
6.    રેશનકાર્ડમાંથી નામ અલગ કરવું.
7.    ડુપ્લીકેટ રેશનકાર્ડ
8.    વિધવા સહાયનો દાખલો
9.    ટેમ્પરરી રહેણાંકનું સર્ટીફિકેટ
10.    આવકનો દાખલો
11.    બિનઅનામત જ્ઞાતિનો દાખલો
12.    સિનિયર સિટિઝન સર્ટીફિકેટ
13.    ભાષાકીય લઘુમતીનું સર્ટીફિકેટ
14.    ધાર્મિક લઘુમતીનું સર્ટીફિકેટ
15.    વિમુક્ત-વિચરતી જ્ઞાતિનું સર્ટીફિકેટ
16.    મુખ્યમંત્રી કૃષિ સહાય
17.    વિધવા સહાય અંગેની એફિડેવીટ
18.    રેશન કાર્ડ સંબંધિત એફિડેવીટ
19.    જ્ઞાતિના સર્ટીફિકેટ અંગેની એફિડેવીટ
20.    નામ બદલવા અંગેની એફિડેવીટ.
 

સંકળાયેલા મુદ્દાઓ

cm rupani digital seva setu ડિજિટલ સેવા સેતુ મુખ્યમંત્રી સીએમ રૂપાણી digital seva setu

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ