બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / china imposes curfew to linit the time spent by children playing online games

નિર્ણય / ચીનમાં બાળકો 90 મિનિટથી વધુ ઓનલાઈન ગેમ નહીં રમી શકે, જાણો કારણ

Published By: Mehul

Last Updated: 09:44 PM, 12 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીને બાળકોમાં ઓનલાઈન ગેમ રમવાની વધતી લત પર અંકુશ લગાવવા માટે સખત પગલાં ભર્યાં છે. આ માટે તેણે નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. જે હેઠળ ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો દિવસ દરમિયાન ૯૦ મિનિટથી વધુ ઓનલાઇન ગેમ નહીં રમી શકે એટલું જ નહીં, રાતના ૧૦થી સવારના ૮ વાગ્યા સુધી ગેમ રમવા પર પ્રતિબંધ રહેશે.

  • ચીને બાળકોમાં ઓનલાઇન ગેમ રમવા પર અંકુશ લગાવવા માટે સખત પગલા લીધા
  • ચીને ઓનલાઇન ગેમ રમવા પર નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે
  • રાતના ૧૦થી સવારના ૮ વાગ્યા સુધી ગેમ રમવા પર પ્રતિબંધ રહેશે

નવા દિશા-નિર્દેશોમાં ઓનલાઇન ગેમ રમવા પર ખર્ચ થતી રકમ પર પણ કાતર ચલાવાઇ છે. હવે બાળકો ગેમ પર દર મહિને ૨૦૦ યુઆન (લગભગ રૂ.૨૦૦૦) થી વધુ ખર્ચ નહીં કરી શકે. ૧૬ થી ૧૮ વર્ષની ઉંમરનાં બાળકો માટે તેની મર્યાદા ૪૦૦ યુઆન (લગભગ રૂ.૪૦૦૦) રાખવામાં આવી છે. નવા નિયમો હેઠળ ગેમ રમનાર બાળકોએ પોતાના અસલી નામ પર રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય હશે. તેમને ચીની મેસેજિંગ સોશિયલ મીડિયા વીચેટ પર પોતાના એકાઉન્ટ, ફોન નંબર, આઇડી નંબર જેવી માહિતી આપવી પડશે. 

સરકારે જારી કરેલા દિશા-નિર્દેશમાં ગેમ નિર્માતાઓએ પોતાના ગેમ કન્ટેન્ટ અને નિયમોમાં બદલવા કરવા પણ કહ્યું હતું. થોડા સમય પહેલાં ચીનમાં પસાર થયેલો એક પ્રસ્તાવ ખાસ કરીને વાલીઓ માટે સમસ્યા બની ગયો હતો, જે હેઠળ દરેક માતા-પિતાએ પોતાનાં બાળકોને ૧૦ વાગ્યા પહેલાં સૂવડાવી દેવાં જરૂરી બનાવી દેવાયું હતું, પછી તેમનું હોમવર્ક પૂરું થયું હોય કે ન થયું હોય. 

વાલીઓને સપ્તાહના અંતમાં બાળકો માટે ટ્યૂટર રાખવા પર પણ પ્રતિબંધ મુકાયો હતો. નાનાં બાળકો માટે સૂવાનો સમય રાતના ૯ વાગ્યાનો નક્કી કરાયો હતો. ચીનમાં દુનિયાનું સૌથી મોટું વીડિયો ગેમ બજાર છે, પરંતુ બાળકોની નજીકની નજર કમજોર થવા અને ઓનલાઇન ગેમની લતને લઇ વધતી ચિંતાઓને લઇ ચીની સરકારે વીડિયો ગેમ ઇન્ડસ્ટ્રી પર અંકુશ મૂક્યો હતો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Children China Games Tech Update technology news ગુજરાતી ન્યૂઝ Decision

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ