બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કેવી રીતે બને છે 5 વર્ષ નાના બાળકોના આધાર કાર્ડ? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Last Updated: 01:55 PM, 24 June 2025
બાળકોને સ્કૂલમાં એડમિશન લેવડાવવાનું હોય કે હેલ્થ લાભો લેવા હોય કે તેમના નામે રોકાણ કરવાનું હોય, દરેક માટે આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ભારત સરકારે ખાસ જોગવાઈઓ કરી છે અને બાલ આધાર કાર્ડ રજૂ કર્યું છે. ચાલો જાણીએ કે તમે તમારા બાળક માટે આધાર કાર્ડ કેવી રીતે બનાવી શકો છો, તેના માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે અને શું પ્રક્રિયા છે?
ADVERTISEMENT
શુ છે બાલ આધાર?
બાલ આધાર એ આવું આધાર ઓળખપત્ર છે જે ખાસ કરીને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવે છે. પુખ્ત વયના લોકોની જેમ, આવા નાનાં બાળકોને ફિંગરપ્રિન્ટ અથવા આંખના સ્કેન જેવી બાયોમેટ્રિક માહિતી આપવાની જરૂર નથી, કારણ કે તેમનો શારીરિક વિકાસ હજી પણ ચાલી રહ્યો હોય છે અને બદલાતા રહે છે. તેના બદલે, આ કાર્ડ પર બાળકનો ફોટો, નામ, જન્મતારીખ અને માતા-પિતા પૈકી એકની મૂળભૂત વિગત હોય છે.
ADVERTISEMENT

બાલ આધાર કાર્ડ માટે કયા જવું?
ADVERTISEMENT
તે બનાવવું ઘણું મુશ્કેલ નથી. તમે કોઈપણ અધિકૃત આધાર સેવા કેન્દ્ર પર જઈ શકો છો. ઘણા હોસ્પિટલોમાં (સરકારી અને ખાનગી બંનેમાં) જન્મના સમયે જ આધાર નોંધણીની સુવિધા મળે છે. તેનો અર્થ એ થાય છે કે બાળકનું જન્મ પ્રમાણપત્ર અને બાલ આધાર બંનેની પ્રક્રિયા સાથે થઈ શકે છે.
બાલ આધાર કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો
ADVERTISEMENT
બાલ આધાર કાર્ડ માટે અરજી કરવા માટે કેટલાક અગત્યના દસ્તાવેજોની જરૂર પડશે. સૌપ્રથમ, બાળકનું જન્મ પ્રમાણપત્ર જોઈએ, જે હોસ્પિટલ દ્વારા આપવામાં આવી શકે છે અથવા નગરપાલિકા પાસેથી મેળવી શકાય છે. આ દસ્તાવેજ બાળકની ઓળખ અને જન્મ તારીખની પુષ્ટિ માટે જરૂરી છે.

ADVERTISEMENT
બાલ આધાર કાર્ડ માટે આ રીતે કરો અરજી
ADVERTISEMENT
વધુ વાંચો: EMIમાં ક્રેડિટ કાર્ડથી કરો છો ખરીદી? તો ભૂલથી પણ આ 3 બાબતોને નજર અંદાજ ન કરતા
બાલ આધાર કાર્ડ બાળક માટે જરૂરી દસ્તાવેજ છે, જે ભવિષ્યમાં એડમિશન, હેલ્થ બેનિફિટ અને અન્ય સેવા માટે ઉપયોગી બને છે. 5 વર્ષથી નાના બાળકો માટે સરળ પ્રક્રિયા દ્વારા આ આધાર કાર્ડ બનાવાવી શકાય છે, જેમાં ફક્ત ફોટો અને આધાર ધરાવનાર પેરેન્ટની ડિટેઈલ્સ જ જરૂરી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.