બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / EMIમાં ક્રેડિટ કાર્ડથી કરો છો ખરીદી? તો ભૂલથી પણ આ 3 બાબતોને નજર અંદાજ ન કરતા
Last Updated: 12:24 PM, 24 June 2025
આજકાલ ક્રેડિટ કાર્ડથી EMI એટલે કે માસિક હપ્તામાં ખરીદી કરવી સામાન્ય બની ગઈ છે. આ સુવિધા લોકોને મોટા ખર્ચને નાના-નાના માસિક હપ્તાઓમાં વહેંચવાની સગવડ આપે છે. પરંતુ જો યોગ્ય માહિતી ન હોય, તો આ સુવિધા આર્થિક નુકસાનનું કારણ બની શકે છે. અહીં જાણી લો તેના સંબંધિત સંપૂર્ણ માહિતી.
ADVERTISEMENT
EMI પર ખરીદીનું ગણિત
ક્રેડિટ કાર્ડ EMIએ એક એવી સુવિધા છે, જેના દ્વારા ગ્રાહક પોતાની મોટી ખરીદી સરળ માસિક હપ્તાઓમાં બદલી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ રૂપિયા 30,000 નો સ્માર્ટફોન ખરીદે છે અને તેને 6 મહિના માટે EMIમાં બદલે છે, તો તેને દર મહિને અંદાજે રૂપિયા 5,000 ચુકવવા પડશે. જોકે, આ સુવિધા દરેક બેંકમાં જુદા-જુદા નિયમો અને શરતો સાથે આવે છે.
ADVERTISEMENT

વ્યાજ દર અને વધારાની ફી પર રાખો નજર
ADVERTISEMENT
EMI પર ખરીદી કરતા પહેલા વ્યાજ દર અને પ્રોસેસિંગ ફી સમજવી અત્યંત જરૂરી છે. સામાન્ય રીતે EMIનું વ્યાજ દર દર મહિને 1.5% થી શરૂ થાય છે, જે વર્ષના 18% અથવા તેથી વધુ હોઈ શકે છે. કેટલીક બેંક નો-કોસ્ટ EMI નો વિકલ્પ પણ આપે છે, પણ તેમાં છૂપાયેલ ફી હોઈ શકે છે.
આ ઉપરાંત, ઘણી વખત પ્રોસેસિંગ ફી પણ લેવામાં આવે છે, જે રૂપિયા 99 થી રૂપિયા 500 સુધી હોઈ શકે છે. એટલે કે, તમારે EMI કરાવતાં પહેલા આ અંગે સારી રીતે જાણવું જોઈએ.
ADVERTISEMENT
ક્રેડિટ સ્કોર પર અસર
EMIની ચુકવણી સમયસર કરવાથી ક્રેડિટ સ્કોર સુધરે છે, જેના કારણે ભવિષ્યમાં લોન મેળવવી સરળ થઈ શકે છે. પણ જો EMI ચુકવવામાં કોઈ ભૂલ થાય છે, તો તે ક્રેડિટ સ્કોરને નુકસાન પહોંચાડી શકે છે. સાથે જ, EMI લેતા જ ક્રેડિટ કાર્ડની લિમિટનો થોડો ભાગ બ્લોક થઈ જાય છે, જેના કારણે ખર્ચ કરવાની ક્ષમતા અસરગ્રસ્ત થાય છે.
ADVERTISEMENT

નો-કોસ્ટ EMIનું સાચું રૂપ
ADVERTISEMENT
ઘણી વખત નો-કોસ્ટ EMIની ઑફર આપવામાં આવે છે, પણ તેમાં છુપાયેલા ચાર્જ હોઈ શકે છે. ઘણી વખત બેંક અને રિટેલરો આ ખર્ચને પ્રોડક્ટની કિંમતમાં જ ઉમેરી દે છે, જેથી ગ્રાહકને વાસ્તવિક બચત થતી નથી. સૌથી ગંભીર વાત એ છે કે EMIનો કોઈ એક હપ્તો સમયસર ન ચૂકવતા, તમને ભારે દંડ ચૂકવવો પડી શકે છે. સાથે જ, બેંક તેના પર પેનલ ઇન્ટરેસ્ટ વસૂલ કરી શકે છે, જે વર્ષના 36% થી 42% સુધી હોઈ શકે છે.
EMI લેતાં પહેલા શું કરવું?
વધુ વાંચો: આધાર કાર્ડમાં તમારો જૂનો ફોટો છે? બદલવા માટે ફોલો કરો આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
ક્રેડિટ કાર્ડથી EMI પર ખરીદી કરવી આસાન લાગે છે, પણ જો વ્યાજદર, છુપાયેલ ફી અને ચુકવણીના નિયમોને અવગણવામાં આવે તો મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. સાવચેતીપૂર્વક EMI લેવાથી ફાયદો થઈ શકે છે અને ક્રેડિટ સ્કોર પણ સુધરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.