ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / બિનજરૂરી ખર્ચ ટાળો, કાર્યક્રમોમાં ખર્ચ કે દેખાવ ન કરો, કેબિનેટ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલનો આદેશ

ગાંધીનગર / બિનજરૂરી ખર્ચ ટાળો, કાર્યક્રમોમાં ખર્ચ કે દેખાવ ન કરો, કેબિનેટ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલનો આદેશ

Published By: Vishal Khamar

Last Updated: 03:19 PM, 15 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની બેઠકમાં અધિકારીઓ તેમજ મંત્રીઓને સૂચન કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં સરકારના ખર્ચમાં મિતવ્યયિતા લાવવા અને કાર્યક્ષમતામાં વધારો કરવા મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને બિનજરૂરી ખર્ચ ટાળવા ખાસ સૂચના આપી હતી.

વિભાગોએ જવાબદારીપૂર્વક આયોજન કરવું

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારી કાર્યક્રમોમાં વધુ પડતો દેખાવ, ભવ્ય આયોજન અથવા અનાવશ્યક ખર્ચ ટાળવો જોઈએ. જાહેર નાણાંનો ઉપયોગ પ્રજાહિત અને વિકાસલક્ષી કાર્યોમાં વધુ અસરકારક રીતે થાય તે માટે વિભાગોએ જવાબદારીપૂર્વક આયોજન કરવું જરૂરી છે.

વર્ક ફ્રોમ હોમ” વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી

કેબિનેટ બેઠક દરમિયાન સરકારી કચેરીઓમાં “વર્ક ફ્રોમ હોમ” વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓ અને કર્મચારીઓ માટે અમલમાં રહેલી અથવા શક્ય વર્ક ફ્રોમ હોમ પદ્ધતિની સમીક્ષા કરવા સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિકાસના કામો, જાહેર સેવાઓ અને રોજિંદી શાસકીય કામગીરી પર કોઈ અસર ન થાય તે રીતે જ નિર્ણય લેવામાં આવે.

આ પણ વાંચોઃ PM મોદીની અપીલ બાદ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, મામલો પેટ્રોલ-ડીઝલથી સંલગ્ન

બિનજરૂરી ખર્ચ ટાળવા સૂચના

સૂત્રો અનુસાર, સરકાર આગામી સમયમાં ખર્ચ નિયંત્રણ અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગોમાં નવી માર્ગદર્શિકા પણ જાહેર કરી શકે છે. રાજ્ય સરકારનો ઉદ્દેશ વધુ પારદર્શક અને જવાબદાર શાસન વ્યવસ્થા ઉભી કરવાનો હોવાનું માનવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar cabinet meeting Gandhinagar news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ