ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / PM મોદીની અપીલ બાદ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, મામલો પેટ્રોલ-ડીઝલથી સંલગ્ન

BIG News / PM મોદીની અપીલ બાદ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, મામલો પેટ્રોલ-ડીઝલથી સંલગ્ન

Published By: Jinal Chauhan

Last Updated: 11:50 AM, 15 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીની અપીલ બાદ રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ બચત અને વહીવટી ખર્ચ ઘટાડવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અધિકારીઓને સચિવાલયમાં હાજર રહેવાને બદલે વર્ચ્યુઅલ બેઠક દ્વારા કામકાજ કરવા સૂચના આપવામાં આવી છે.

ADVERTISEMENT

PM મોદીની અપીલ બાદ રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ બચત અને કાર્યપદ્ધતિમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં સરકારી કામકાજને વધુ ડિજિટલ અને ખર્ચ બચત આધારિત બનાવવાની દિશામાં પગલાં લેવાયા છે.

નવા નિર્ણય મુજબ હવે માત્ર અમદાવાદ અને ગાંધીનગરના અધિકારીઓ જ સીધા સચિવાલયમાં હાજર રહેશે. અન્ય જિલ્લાઓના અધિકારીઓને સચિવાલયમાં આવવાની જરૂર નહીં રહે અને તેમને વર્ચ્યુઅલ માધ્યમથી જ બેઠકમાં જોડાવાની સૂચના આપવામાં આવી છે. આ પગલાનો મુખ્ય હેતુ પ્રવાસ અને ઇંધણના ખર્ચમાં ઘટાડો કરવો અને કાર્યક્ષમતામાં વધારો લાવવો છે. સરકારના મતે ડિજિટલ માધ્યમથી કામકાજ વધુ ઝડપથી અને સરળતાથી થઈ શકે છે.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવની અસર પણ હવે દેશના પેટ્રોલ અને ડીઝલના ભાવ તથા તેના ઉપયોગ પર જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ઈંધણ બચત માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રીએ પણ જણાવ્યું કે પાયલોટિંગ (સરકારી વાહનોના કાફલા સાથે મુસાફરી) ઘટાડવામાં આવી છે અને ઉચ્ચ સ્તરના અધિકારીઓ તેમજ મંત્રીઓ પણ હવે કારપૂલિંગનો ઉપયોગ કરી રહ્યા છે.

સરકારના આ નિર્ણયનો અસરકારક અમલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં પાયલોટિંગ સંબંધિત કોલ્સમાં 126 જેટલો ઘટાડો નોંધાયો છે જે દર્શાવે છે કે નવી વ્યવસ્થા તરફ અધિકારીઓ ઝડપથી વળી રહ્યા છે. ઉપરાંત વર્ચ્યુઅલ બેઠકો પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે જેથી સમય અને સંસાધનો બંનેની બચત થઈ શકે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ મધ્ય પૂર્વના તણાવની અસર: ભારતમાં પેટ્રોલ-ડીઝલ ₹3 મોંઘું; જાણો કેટલા થયા ભાવ?

આ સિવાય સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST) બસોની કેટલીક સેવાઓને લઈને પણ નિર્ણય લેવાયો છે. અગાઉ જે બસોના લોકાર્પણ કાર્યક્રમ યોજવાના હતા તે રદ કરવામાં આવ્યા છે અને હવે બસો સીધી જ કામગીરીમાં જોડાશે. આ નિર્ણય પણ સમય અને ખર્ચ બચાવવાના હેતુથી લેવામાં આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ કર્મચારીઓના વર્ક ફ્રોમ હોમ અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ્યાં શક્ય હોય ત્યાં કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયોથી સરકારનું ધ્યાન સ્પષ્ટપણે ડિજિટલ ગવર્નન્સ, ખર્ચ ઘટાડો અને કાર્યક્ષમતામાં સુધારો તરફ છે. કુલ મળીને રાજ્ય સરકારના આ નવા પગલાંથી વહીવટી તંત્રમાં મોટો બદલાવ જોવા મળી શકે છે, જેમાં ટેકનોલોજી આધારિત કામકાજ અને ઇંધણ બચતને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

virtual meetings officials petrol diesel saving Gujarat government decision

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ