ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:36 AM, 15 May 2026
ADVERTISEMENT
ઈરાન અને અમેરિકાની વચ્ચે ચાલી રહેલા તણાવનો અસર હવે ભારત પર પણ જોવા મળી રહ્યો છે. આજે સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જેના કારણે લોકોને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્લીમાં હવે પેટ્રોલનો ભાવ 97.77 રૂપિયા પ્રતિ લીટર થયો છે, જ્યારે ડીઝલનો ભાવ 99.67 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે. મધ્ય પૂર્વમાં તણાવ શરૂ થયા પછી ભારતમાં પહેલી વાર ઇંધણના ભાવમાં વધારો થયો છે.
ADVERTISEMENT
થોડા દિવસ પહેલા ભારતના પ્રધાનમંત્રી મોદીએ લોકોને ઇંધણ બચાવવા અપીલ કરી હતી. તેમણે વર્ક ફ્રોમ હોમ કરવા અને ખાનગી વાહનોનો ઓછો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. ત્યારથી જ લોકો અંદાજ લગાવી રહ્યા હતા કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે.
ADVERTISEMENT
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ શુક્રવાર (15 મે, 2026) થી અમલમાં આવ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ 3 રૂપિયા મોંઘુ થઈ ગયું છે જે પ્રતિ લિટર 97.77 પર પહોંચી ગયું છે. હવે તે કોલકાતામાં 108.74 (3.29 રૂપિયા વધીને), મુંબઈમાં 106.68 (3.14 રૂપિયા વધીને) અને ચેન્નાઈમાં 103.67 (2.83 રૂપિયા વધીને) પર ઉપલબ્ધ છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ હાજી અલી હાદસા વચ્ચે ઇન્ડીયન નેવીએ બે LPG જહાજોને સુરક્ષિત એસ્કોર્ટ કર્યા
ADVERTISEMENT
મહાનગરોમાં ઇંધણના ભાવમાં લગભગ ₹2.80 થી ₹3.30નો વધારો થયો છે. દિલ્હીમાં ડીઝલ હવે ₹90.67 પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે. કોલકાતામાં ભાવ ₹95.13, મુંબઈમાં ₹93.14 અને ચેન્નાઈમાં ₹95.25 થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ