બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Chhichhore will be a threat to Saaho People consider the film a must watch social media Reactions

બોલિવૂડ / ' સાહો' માટે ખતરો બની શકે છે 'છિછોરે'! લોકોએ ફિલ્મને ગણાવી મસ્ટ વોચ

Published By: Bhushita

Last Updated: 11:42 AM, 6 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂરની છિછોરે દર્શકોને પસંદ આવી રહી છે. સોશ્યિલ મીડિયા પર ફિલ્મના રિએક્શન આવવાના શરૂ થયા છે. લોકો સુશાંત - શ્રદ્ધાની છિછોરેને મસ્ટ વોચ ફિલ્મ ગણાવી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ છિછોરે રિલિઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ યૂનિવર્સિટીમાં ભણતા 7 દોસ્તોની વાત છે. ફિલ્મના ટ્રેલરને મિક્સ્ડ વ્યૂ મળ્યા હતા. પણ જો ફિલ્મની વાત કરવામાં આવે તો તે દર્શકોને પસંદ આવી રહી છે. સોશ્યિલ મીડિયા પર ફિલ્મના રિએક્શન આવવાના શરૂ થયા છે. લોકો સુશાંત-શ્રદ્ધાની છિછોરેને મસ્ટ વોચ ગણાવી રહ્યા છે.

એક વ્યક્તિએ ફિલ્મ વિશે વાત કરતાં લખ્યું કે આ વર્ષે જોયેલી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. ફિલ્મમાં ખૂબ જ ડ્રામા, મસ્તી અને શીખવાનું છે. મને આ ફિલ્મ પસંદ આવી છે. નિતેશ તિવારી એક અદ્ભૂત સ્ટોરી ટેલર છે. 

અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે હું વ્યક્તિગત રીતે તમને સૌને આ ફિલ્મ જોવાની સલાહ આપું છું. આ ફિલ્મમાં જીવનની મહત્તા અને સંઘર્ષ દર્શાવ્યા છે. તમે આ ફિલ્મ પરિવાર સાથે જઈને જોઈ શકો છો. 

જે રીતે રિએક્શન્સ આવી રહ્યા છે આ મૂવી સાહોને માટે કતરો સ સાબિત થઈ શકે છે. છિછોરે એક ફેમિલી મૂવી છે. ફિલ્મની સાથે આ પ્લસ પોઈન્ટ છે કે તેને ટીચર્સ ડેના દિવસે રીલિઝ કરવામાં આવી છે. ફિલ્મમાં સુશાંત અને શ્રદ્ધાની સાથે વરુણ શર્મા અને પ્રતિક બબ્બર પણ મુખ્ય રોલ કરી રહ્યા છે. 

ફોટો સૌજન્ય- Twitter.com

સંકળાયેલા મુદ્દાઓ

Chhichhore Must Watch Movie Saaho Social Reactions છિછોરે રિએક્શન્સ સાહો ફિલ્મ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ