બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / Check your name in water list online at home, these are simple steps

લોકસભા ચૂંટણી 2024 / ઘરે બેઠા બેઠા વોટર લિસ્ટમાં ઓનલાઈન ચેક કરો તમારું નામ, આ છે સરળ સ્ટેપ્સ

Vishal Khamar

Last Updated: 03:30 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. ચૂંટણી શરુ થાય તે પહેલા તપાસી લો મતદાર યાદીમાં તમારું નામ, જો મતદાર યાદીમાં તમારું નામ નહિ હોય તો તમે મત આપી શકશો નહીં. પણ તમારું નામ તમે સરળતાથી ચેક કરી શકો છો.

લોકસભા 2024ની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ચુંટણીની શરૂઆત 19 એપ્રિલથી થવાની છે, જે 7 તબક્કામાં યોજવામાં આવશે. આ ચૂંટણીનું પરિણામ 4 જૂનના રોજ આવશે. હવે ચૂંટણી એટલે મત આપવાનો, આપણા મતદાનના અધિકારના ઉપયોગનો દિવસ. મત આપવો એ આપણા સૌની ફરજ છે, પરંતુ મત આપતા પહેલા તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે ચેક કરવું જરૂરી છે. જો તમારું નામ મતદાર યાદીમાં નહીં હોય, તો તમે મત આપી શક્શો નહીં. કેટલીવાર લોકોને ખબર જ નથી હોતી કે એમનું નામ મતદારની યાદીમાંથી રદ થઇ ગયું છે. જયારે આપણે મત આપવા જઈએ ત્યારે ખબર પડે છે કે મતદાર યાદીમાં તો નામ જ નથી.

તમારી સાથે આવી ઘટના ના બને તે માટે અગાઉથી જ તપાસી લો મતદારની યાદીમાં તમારું નામ છે કે નથી. આના માટે તમારે કોઈપણ જગ્યાએ જવાની જરૂર નથી. ઘરે બેઠા તમારા સ્માર્ટફોન કે લેપટોપ પર જ મતદાર યાદીમાં નામ તપાસી શકો છો. આવો જાણીએ મતદાર યાદીમાં નામ જોવાની પ્રોસેસ.                 

મતદાર યાદીમાં નામ ચેક કરવા માટે નીચે આપેલા સરળ સ્ટેપ્સ ફોલો કરો.

સ્ટેપ 1 : મતદાર યાદીમાં ઓનલાઇન નામ ચેક કરવા માટે તમારે સૌથી પહેલા https://electoralsearch.eci.gov.in/ પર જવાનું છે. 

સ્ટેપ 2 : હવે તમારી સ્ક્રીન પર વોટર્સ સર્વિસ પોર્ટલ ખુલશે. આ પોર્ટલ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે. તમે તમારી અનુકૂળતા મુજબ ભાષા પસંદ કરી શકો છો.

સ્ટેપ 3 :  અહીં તમને ત્રણ વિકલ્પો જોવા મળશે જેમાં તમે માહિતી દ્વારા, EPIC નંબર અને મોબાઈલ નંબર દ્વારા તમે વોટર્સ લિસ્ટમાં તમારું નામ સર્ચ કરી શકો છો. 

                  1. જો તમે માહિતી દ્વારા સર્ચનો, વિકલ્પ પસંદ કરશો તો તેમાં તમારે રાજ્યનું નામ, તમારી જન્મ તારીખ જેવી વિગતો ભરીને સર્ચ કરવાનું છે.
                  2.  EPIC વાળા વિકલ્પમાં તમારે વોટર કાર્ડ પર આપેલો EPIC નંબર ભરીને સર્ચ કરવાનું રહેશે.
                  3. મોબાઈલવાળા વિકલ્પમાં તમારે રજિસ્ટર મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ ભરીને સર્ચ કરવું પડશે. આ પ્રોસેસમાં વેરિફિકેશન માટે મોબાઈલ નંબર પર OTP આવશે. 

વધુ વાંચોઃ ગુજરાતીઓ સહિત ભારતીયો આ માર્ગે અમેરિકામાં ઘુસે છે, પળે પળે છે મોત, સાક્ષાત જાણે નર્ક

તમે ઉપરોક્ત કોઈપણ વિકલ્પો દ્વારા મતદાર યાદીમાં તમારું નામ શોધી શકો છો. નોંધનીય બાબત એ છે કે મત આપવા માટે તમારું નામ મતદાર યાદીમાં હોવું ફરજિયાત છે. જો તમારું નામ મતદાર યાદીમાં નથી, તો તમે મતદાન કરી શકશો નહીં.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ