બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / ભારત / what is darien gap route to america and how dangerous

US / ગુજરાતીઓ સહિત ભારતીયો આ માર્ગે અમેરિકામાં ઘુસે છે, પળે પળે છે મોત, સાક્ષાત જાણે નર્ક

Hiralal

Last Updated: 03:12 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતીઓ સહિત બીજા લોકો ડેરિયન ગેપ નામના 100 કિલોમીટરના ગાઢ જંગલ માર્ગે અમેરિકામાં ગેરકાયદેસર એન્ટ્રી લઈ રહ્યાં છે.

ગુજરાતીઓ સહિત દેશના ઘણો લોકો મોતનું જોખમ ખેડીને પણ અમેરિકામાં ગેરકાયદેસર રીતે જતાં હોય છે. લોકો અલગ અલગ રીતે અમેરિકામાં ઘુસતાં હોય છે આમાંનો એક મોટો રુટ ડેરિયન ગેપ છે જે 100 કિલોમીટરનો ગાઢ જંગલવાળો વિસ્તાર છે અને લોકો આ માર્ગે પણ અમેરિકામાં ઘુસતી હોય છે. 

4 થી 10 દિવસમાં પાર કરે છે 100 કિલોમીટરનો જંગલવાળો વિસ્તાર 
ઉત્તર કોલંબિયા અને દક્ષિણ પનામાની વચ્ચે આવેલું એક ખૂબ જ ગાઢ જંગલ છે. લગભગ સો કિલોમીટરમાં ફેલાયેલો આ વિસ્તાર રેઇનફોરેસ્ટ છે, એટલે કે અહીં ખૂબ વરસાદ પડે છે, તેમજ અંદર સૂર્યપ્રકાશ પણ જઇ શકતો નથી. આવી સ્થિતિમાં જંગલની અંદર જોખમી કળણભૂમિઓ પણ છે, તેમજ ઝેરી મચ્છરો અને અન્ય પ્રાણીઓ પણ છે  નાની-નાની નદીઓ પણ છે, જેમાં અચાનક પૂરી આવી જાય છે આ છેડાની ઉત્તર બાજુએ યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકોમાં આવે છે દક્ષિણમાં વેનેઝુએલા છે. ગાઢ જંગલ હોવાથી અહીં કોંક્રીટનો રસ્તો નથી. પરંતુ તેમ છતાં લોકો તેને 4 થી 10 દિવસ સુધી પાર કરતા રહે છે. રસ્તામાં નદીઓ તેમજ ઉપર-નીચે પહાડો આવેલા છે. અહીં મોબાઈલ નેટવર્ક નથી.

ડ્રગ્સથી લઈને હ્યુમન ટ્રાફિકિંગ
2021માં લગભગ 1.5 લાખ લોકો ડેરિયન ગેપ દ્વારા અમેરિકામાં ઘુસ્યાં હતા અને 2023માં તો આંકડો 5 લાખે પહોંચ્યો હતો. દક્ષિણથી ઉત્તર અમેરિકાનો આ માર્ગ ગુનાહિત જૂથોથી ભરેલો છે. તેમાં ડ્રગ્સથી લઈને હ્યુમન ટ્રાફિકિંગનો સમાવેશ થાય છે. તેમનું કામ બે રીતે થાય છે. આમાંના કેટલાક જૂથો અહીંથી યુ.એસ. માં સ્થળાંતર કરનારાઓને લાવવાનું વચન આપીને મોટી રકમ લે છે. સાથે જ કેટલાક જૂથો રસ્તામાં લોકોને લૂંટી લે છે. વાત અહીં જ પૂરી થતી નથી.  ડેરિયન ગેપમાં લોકો યૌન શૌષણનો પણ ભોગ બને છે. 

કોણ પસંદ કરી રહ્યું છે
2023માં 5 લાખ 20 હજારથી વધુ લોકોએ તેને પાર કર્યો હતો જેમાં એકલા વેનેઝુએલાના 3.50 લાખ લોકો હતા અને બાકીના ચીન, અફઘાનિસ્તાન, નેપાળ અને ભારતના હતા. ગુજરાતીઓએ પણ આ માર્ગેથી એન્ટ્રી લીધી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ