ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મૌજે મૌજ! ChatGPTમાં આવ્યું WhatsApp જેવું ફિચર, કરી શકશો આ મોટું કામ, યૂઝર્સને રાહત

ટેક્નોલોજી / મૌજે મૌજ! ChatGPTમાં આવ્યું WhatsApp જેવું ફિચર, કરી શકશો આ મોટું કામ, યૂઝર્સને રાહત

Published By: Jinal Chauhan

Last Updated: 11:38 AM, 17 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Open AIએ તેના ChatGPT માટે ગ્રુપ ચેટનું ફિચર અનવીલ કર્યું છે. જેમાં ફ્રેન્ડ્સ, ફેમિલી અને ઓફિસના લોકો સાથે ચીટચેટ કરી શકાશે. જે તમને એકદમ વોટ્સએપ જેવું જ લાગશે. આવો જાણીયે ચેટજીપીટીના ગ્રુપ ચેટ ફિચર વિશે ડિટેલમાં.

ADVERTISEMENT

ચેટજીપીટી મેકર OpenAIએ ગ્રુપચેટ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર ચેટજીપીટીમાં જ મળશે. જેમાં દોસ્તો, ફેમિલી સાથે ચેટિંગ કરી શકાશે. મેસેજિંગ ગ્રુપનું ચેટ ફીચર વોટ્સએપ જેવું જ છે. ગ્રુપ ચેટને એક્ટિવેટ કરવા માટે યુઝર્સને ટોપ રાઈટ સાઈડ પર માણસો જેવું આઈકન મળશે. આ આઈકનની મદદથી તમે ચેટ કરી શકશો અને બીજા યુઝર્સને પણ ઈન્વાઈટ કરી શકશો. કંપનીએ ગ્રુપ ચેટને મોટી સ્ટ્રેટજી સાથે તૈયાર કર્યું છે, જેનાથી તેને આશા છે કે હવે યુઝર્સમાં વધારો થશે.

gpt-photo.jpg

20 લોકોને ઈન્વિટેશન મોકલી શકાશે

ચેટજીપીટી પર ઈન્વિટેશન શેર કરીને ઓછામાં ઓછા 20 લોકોને મોકલી શકાશે. ગ્રુપ બનાવવા કે ગ્રુપમાં જોઈન થતા પહેલા મેમ્બરે પ્રોમ્પ્ટ આપીને પ્રોફાઈલ સેટઅપ અને નામ આપવાનું રહેશે જેમાં ફોટાનો પણ યુઝ કરી શકાશે.

સાઈડબારમાં પણ ચેટનો ઓપ્શન દેખાશ

સાઈડબારમાં પણ તમામ મેમ્બર્સને જોઈ શકાશે. અહીંયા યુઝર્સ જ્યારે ઈચ્છે ત્યારે એક્ઝિટ કરી શકે છે. સાથે જ મેમ્બર્સ ઈચ્છે તો ગ્રુપમાંથી કોઈને રિમુવ પણ કરી શકે છે. જો કે ક્રિએટર્સ(એટલે કે જેને બનાવ્યું હોય ) રિમુવ નહીં કરી શકાય.

vtv app promotion

આ પણ વાંચોઃ 150 રૂપિયા તમને બનાવશે કરોડપતિ! કેવી રીતે? ફક્ત આ સમજણ કેળવી લો

ઓટો-રિપ્લાય ફીચર

ચેટજીપીટી 5.1 માં ગ્રુપ ચેટ્સનો આપમેળે જવાબ આપવાનો પાવર છે. ઓટો-રિપ્લાય્સને કાઉન્ટ લિમીટમાં ગણવામાં આવશે એટલે કે જે યુઝર્સે વધારે પ્રોમપ્ટ માટે પેમેન્ટ કર્યું છે તેમને પણ નુકસાન થશે.

એપ અને વેબ બંનેને સપોર્ટ મળશે

ગ્રુપ ચેટ સુવિધા ChatGPT માં શરૂ કરવામાં આવી છે. તે વેબ અને એપ વર્ઝન માટે રિલીઝ કરવામાં આવી છે. તે ફ્રી, ગો, પ્લસ અને પ્રો વર્ઝન માટે ઉપલબ્ધ છે. હાલમાં તે જાપાન, તાઇવાન, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ કોરિયામાં ઉપલબ્ધ છે.

ChatGPT શું છે?

ChatGPT એ મૂળભૂત રીતે એક AI ચેટબોટ છે. તેનો ઉપયોગ પ્રશ્નો અને અન્ય વિગતો તપાસવા માટે થઈ શકે છે. તેનો ઉપયોગ પત્રો લખવાથી લઈને અનુવાદ સુધીની દરેક વસ્તુ માટે થઈ શકે છે. જો જરૂરી હોય તો તેનો ઉપયોગ PPT બનાવવા માટે પણ થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ChatGPT group chat feature WhatsApp-like chat OpenAI update

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ