ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 150 રૂપિયા તમને બનાવશે કરોડપતિ! કેવી રીતે? ફક્ત આ સમજણ કેળવી લો

રોકાણ / 150 રૂપિયા તમને બનાવશે કરોડપતિ! કેવી રીતે? ફક્ત આ સમજણ કેળવી લો

Published By: Nirav Kumar

Last Updated: 06:56 PM, 16 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મ્યુચ્યુઅલ ફંડમાં રોકણ કરવું થોડું રિસ્કી છે પણ તમે તેમાં થોડા પૈસા રોકીને અમુક વર્ષોમાં કરોડપતિ પણ બની શકો છો. આજે તે ગણતરી વિષે સમજીએ.

ADVERTISEMENT

શું તમે જાણો છો કે, તમે SIPમાં રોકાણ કરીને કરોડપતિ બની શકો છો? જો તમારી આવક મર્યાદિત હોય તો પણ તમે પૈસાવાળા બની શકો છો. SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક રીત છે જ્યાં તમે દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરો તો તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે અને તમે થોડા સમયમાં વધારે પૈસા ભેગા કરી શકો છો.

  • 150 રૂપિયાથી કરોડપતિ કેવી રીતે બનવું?

SIP તમારા આર્થિક અનુશાસનને પ્રોત્સાહન આપે છે એટલે કે તમારે તેમાં સતત રોકાણ કરવાની જરૂર હોય છે. 15 વર્ષના સમયગાળામાં ઊંચું વળતર આપતી SIP તમને મોટું ભંડોળ એકઠું કરવામાં મદદ કરી શકે છે. ભૂતકાળના મ્યુચ્યુઅલ ફંડ એ સૂચવે છે કે તમે SIP માં દરરોજ 150 રૂપિયાનું રોકાણ કરો છો તો 1 કરોડ રૂપિયાનું ભંડોળ એકઠું થઈ શકે છે. 15 વર્ષમાં કેટલાક ફંડે એવરેજ 25% વાર્ષિક વળતર આપ્યું છે. ચાલો જોઈએ કે SIP દ્વારા દરરોજ 150 રૂપિયા કે માસિક 4,500 રૂપિયાનું રોકાણ કરવાથી 1 કરોડનું ફંડ કેવી રીતે બનાવી શકાય છે.

vtv app promotion

જો તમારો ટાર્ગેટ 1 કરોડ રૂપિયા હોય અને તમે 15 વર્ષ સુધી રોકાણ કરો છો. જેમાં અપેક્ષિત વળતર 25% હોય તેમાં દરરોજ 150 રૂપિયા રોકાણ કરો છો તો તે 15 વર્ષ સુધીમા રકમ  8,10,000 રૂપિયા થશે. જેમાં તમને વળતર  79,91,031રૂપિયા મળશે. જેમાં તમારું કુલ એમાઉન્ટ 88,01,031 રૂપિયા થશે.

વધુ વાંચો :1 શેરના બદલામાં 4 બોનસ શેરનું એલાન થતાં જ ખરીદવા પડાપડી, લઈ લેજો આ છે છેલ્લી તારીખ

જેમાં તમને વળતર શરૂઆતમાં ધીમું લાગે છે પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ તમારા રોકાણ પર વળતર વધવા લાગે છે. સમય જતા આ નાની રકમ પણ મોટું ફંડ બનાવી શકે છે. તમે જેટલી વહેલી SIP શરૂ કરશો તેટલા લાંબા સમય સુધી તમે ચક્રવૃદ્ધિના ફાયદા મેળવી શકશો. બજારના વધઘટને કારણે તમારી SIP અધવચ્ચે જ બંધ કરશો નહીં. SIP શરૂ કરવા માટે પહેલા તમારા મનપસંદ મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરો અને નક્કી કરો કે તમે દર મહિને તેમાં કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરશો.

(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Investment SIP Mutual Funds

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ