ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 1 શેરના બદલામાં 4 બોનસ શેરનું એલાન થતાં જ ખરીદવા પડાપડી, લઈ લેજો આ છે છેલ્લી તારીખ

બિઝનેસ / 1 શેરના બદલામાં 4 બોનસ શેરનું એલાન થતાં જ ખરીદવા પડાપડી, લઈ લેજો આ છે છેલ્લી તારીખ

Published By: Nidhi Panchal

Last Updated: 11:31 AM, 16 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોકાણકારો માટે બજારમાં મોટી ખુશખબર આવી છે…એક સ્મોલકેપ NBFC કંપનીએ એવો નિર્ણય કર્યો છે કે તેના શેરહોલ્ડર્સને હવે મોટો ફાયદો મળી શકે છે.

ADVERTISEMENT

NBFC સેક્ટરમાં કામ કરતી સ્મોલકેપ કંપની યૂનિફિન્ઝ કેપિટલ ઈન્ડિયા લિમિટેડે તેના રોકાણકારોને ખુશ કરવાની જાહેરાત કરી છે. કંપનીના બોર્ડની મીટિંગ 14 નવેમ્બર, 2025ના રોજ યોજાઈ હતી, જેમાં બોનસ શેર જાહેર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, બોર્ડે Employee Stock Option Plan (ESOP)–2025 ને પણ મંજૂરી આપી છે, જેથી કંપનીના કર્મચારીઓ માટે ભવિષ્યમાં વધુ પ્રોત્સાહન મળશે.

Share Market

કંપનીએ શેરબજારને આપેલી જાણકારી પ્રમાણે, 4:1ના રેશિયોમાં બોનસ શેર આપવામાં આવશે. એટલે કે, જે રોકાણકાર પાસે 1 શેર હશે તેને 4 બોનસ શેર મળશે. ઉદાહરણ તરીકે, જો તમારા પાસે કંપનીના 10 શેર છે, તો બોનસ બાદ તમને 10 જૂના + 40 નવા = કુલ 50 શેર મળશે. કંપનીએ બોનસ માટેની રેકોર્ડ ડેટ હજી જાહેર કરી નથી, પરંતુ યોગ્ય રોકાણકારોને 22 ડિસેમ્બર 2025 સુધી બોનસ શેર આપવામાં આવશે.

Share Market

કંપનીના શેરમાં જબરદસ્ત ઉછાળો સાથે યૂનિફિન્ઝ કેપિટલના શેરોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનોખો ઉછાળો જોવા મળ્યો છે.

vtv app promotion

14 નવેમ્બર 2025ના રોજ BSE પર શેર 2.99% ઉછળી 535.50 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો શેરે 1,635% રિટર્ન આપ્યું છે. માત્ર 1 વર્ષમાં 64% રિટર્ન મળ્યો છે. જ્યારે છેલ્લા 2 વર્ષમાં શેર 1,032% સુધી વધી ચૂક્યો છે. આટલો જોરદાર ઉછાળો NBFC સેક્ટરમાં તેની મજબૂત પોઝિશન અને લોન સર્વિસ બિઝનેસના ઝડપી વિકાસને દર્શાવે છે. માર્કેટ કેપ અને 52-વિક રેન્જ

આ પણ વાંચો : રવિવાર સુધર્યો! સોનામાં આવ્યો 8000થી વધુનો ઘટાડો, આજે કેટલો રહ્યો ભાવ

યૂનિફિન્ઝ કેપિટલ ઈન્ડિયા લિમિટેડ “LendingPlate” બ્રાન્ડ હેઠળ અનસિક્યોર્ડ પર્સનલ લોન આપે છે. કંપનીના શેરોની 52 સપ્તાહની સ્થિતિ પણ મજબૂત રહી છે:

  • 52-વિક હાઈ: 674.70 રૂપિયા
  • 52-વિક લો: 324.65 રૂપિયા

કંપનીનું કુલ માર્કેટ કેપ હાલમાં 474.11 કરોડ રૂપિયા છે, જે તેને સ્મોલકેપ કેટેગરીમાં સ્થિર સ્થિતિ આપે છે

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Unifinz Capital NBFC Bonus Shares

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ