બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / cervical cancer vaccine in india budget 2024 nirmala sitharaman

આરોગ્ય / શું છે આ સર્વાઇકલ કેન્સર? જેને લઇને બજેટમાં કરાઇ હતી જાહેરાત, તેનાથી બચવા આ વેક્સિનનો એક ડોઝ કાફી

Arohi

Last Updated: 07:58 AM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cervical Cancer: સર્વાઈકલ કેન્સર મહિલાઓને થતું એક કોમન કેન્સર છે. જેના કારણે દર વર્ષે લાખો મહિલાઓ જીવ ગુમાવી દે છે. રાહતની વાત એ છે કે સર્વાઈકલ કેન્સરની વેક્સીન ઉપલબ્ધ છે અને યોગ્ય સમય પર વેક્સીન લેવાથી આ જીવલેણ બીમારીનો ખતરો ઓછો થઈ શકે છે.

  • સર્વાઈકલ કેન્સરથી બચાવે છે આ વેક્સિન 
  • 98% સુધી છે કારગર 
  • આ ઉંમરમાં એક ડોઝ લેવાની જરૂર

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારે નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું. તેમાં તેમણે સર્વાઈકલ કેન્સરની વેક્સીનને લઈને મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ બજેટ વખતે જણાવ્યું કે સરકાર સર્વાઈકલ કેન્સર રોકવા માટે દેશભરમાં વેક્સીનેશન ડ્રાઈવ ચલાવશે. તેમાં 9થી 14 વર્ષની યુવતીઓને એચપીવી વેક્સીન લગાવવામાં આવશે. જેથી સર્વાઈકલ કેન્સરને રોકી શકાય. 

98% જેટલો ઓછો કરી શકાય છે કેન્સરનો ખતરો 
ડૉક્ટર્સ અનુસાર દેશમાં સર્વાઈકલ કેન્સર મહિલાઓને થતુ બીજુ સૌથી કોમન કેન્સર છે. આજ કારણથી દર વર્ષે હજારો મહિલાઓ પોતાનો જીવ ગુમાવી રહી છે. જોકે સર્વાઈકલ કેન્સરથી બચવા માટે વેક્સીન ઉપલબ્ધ છે અને યોગ્ય ઉંમરમાં વેક્સીન લગાવવાથી આ જીવલેણ કેન્સરનો ખતરો 98 ટકા ઓછો કરી શકાય છે. 

ડૉક્ટર અનુસાર એચપીવી વેક્સીન સર્વાઈકલ કેન્સર ઉપરાંત ગળાના કેન્સરથી બચવામાં પણ કારગર સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે પ્રાઈવેટ હોસ્પિટલમાં એચપીવી વેક્સીનના એક ડોઝની કિંમત લગભગ 2000 રૂપિયા હોય છે. જ્યારે ઈમ્પોર્ટેડ વેક્સીનની પ્રાઈઝ 3500 રૂપિયા સુધી હોય છે. 

કોને હોય છે વધારે ખતરો? 
એક્સપર્ટ્સ અનુસાર સર્વાઈકલ કેન્સરનો ખતરો કમજોર ઈમ્યૂનિટી વાળી મહિલાઓને વધારે હોય છે. તેના ઉપરાંત એચઆઈવી સંક્રમણ, મલ્ટીપલ સેક્સુઅલ પાર્ટનર, જેનેટલ હાઈઝીનની કમી અને નાની ઉંમરમાં બાળકો હોય તેવી મહિલાઓ પણ તેનો શિકાર વધારે થાય છે. 

વધુ વાંચો: ઊંઘ અને મગજનું ઘાતક કનેક્શન, સ્લીપ પેટર્નમાં રાખજો ધ્યાન, રિસર્ચમાં માથું ઘુમાવે તેવો ખુલાસો

સ્મોકિંગ કરવાથી પણ સર્વાઈકલ કેન્સરનો ખતરો વધી શકે છે. 30 વર્ષની ઉંમર બાદ મહિલાઓને તેનાથી બચવા માટે સમય સમય પર સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. સર્વાઈકલ કેન્સરની જાણકારી પ્રી-કેન્સરસ સ્ટેજમાં પણ થઈ શકે છે અને તેને સારવાર દ્વારા ઠીક કરી શકાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ