બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / Politics / caste politics in india before the lok sabha election 2024, bjp targets the brahmin voters

સમીકરણ / એક સમયે રાજકારણમાં બ્રાહ્મણોનો હતો દબદબો, પછી ધીમે ધીમે મહત્વ થયું ઓછું...: હવે ભાજપે ભજનલાલને CM બનાવી કઈ રીતે ગોઠવ્યા સત્તાના સોગઠાં?

Parth

Last Updated: 08:46 AM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી પહેલા ફરી જાતિગત રાજકારણનું જોર, ભાજપે ત્રણ રાજ્યોમાં જાતિઓના સમીકરણ સેટ કરવા માટે બનાવ્યા ત્રણ નવા મુખ્યમંત્રી.

  • દેશમાં ફરી જાતિગત રાજકારણ જોર પર 
  • ભાજપે ત્રણ મુખ્યમંત્રી અને છ ડેપ્યુટી CM જાતિગત સમીકરણના આધારે બનાવ્યા 
  • બ્રાહ્મણોને રાજી કરવા પ્રયાસ 

ભારતીય જનતા પાર્ટીમાં મોદી અને શાહ યુગમાં મુખ્યમંત્રીથી લઈને રાષ્ટ્રપતિ સુધી તમામ પદો પર ચોંકાવનારા નામ સામે આવી રહ્યા છે. મોટા મોટા નેતાઓને સાઈડલાઇન કરીને જમીન પર કામ કરતાં કાર્યકર્તાઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે, જેના કારણે કાર્યકર્તાઓમાં અલગ ઉત્સાહ તો છે જ સાથે સાથે જાતિગત સમીકરણ પણ ગોઠવવામાં આવી રહ્યા છે. રાજસ્થાનમાં બ્રાહ્મણ નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, સાથે રાજપૂત મહિલા તથા દલિત નેતાને ડેપ્યુટી CMનું પદ આપવામાં આવ્યું છે. 

બ્રાહ્મણ મુખ્યમંત્રી આપી ભાજપે આપ્યો મોટો સંદેશ 
ભાજપે મધ્ય પ્રદેશમાં યાદવ નેતાને મુખ્યમંત્રીને બનાવીને સમાજવાદી તથા રાષ્ટ્રીય જનતા દળ જ્યારે રાજસ્થાનમાં બ્રાહ્મણ મુખ્યમંત્રી બનાવીને કોંગ્રેસનું ટેન્શન વધાર્યું છે. આઝાદી બાદથી બ્રાહ્મણ, દલિત અને મુસ્લિમ વૉટર્સે કોંગ્રેસને સૌથી વધુ સમર્થન આપ્યું હતું, એવામાં ભાજપે ધીમે ધીમે કોંગ્રેસની તમામ વોટબેન્ક ઝૂંટવી રહી છે. રાજસ્થાનમાં સાતથી બાર ટકાની આસપાસ બ્રાહ્મણ વસ્તી છે, રાજપૂત અને જાટ સમાજના લોકોની વસ્તી પણ આટલી જ છે. કોંગ્રેસે 16 જ્યારે ભાજપે 20 બ્રાહ્મણ ઉમેદવારોને ટિકિટ આપી હતી. આ સિવાય ભાજપે 25 રાજપૂત જ્યારે કોંગ્રેસે 17 રાજપૂતોને ઉમેદવારોને ટિકિટ આપી હતી. આમ જોવા જઈએ તો ટિકિટ વિતરણમાં કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓએ બ્રાહ્મણોને સૌથી ઓછું મહત્વ આપ્યું હતું. 

એક સમય હતો જ્યારે બ્રાહ્મણોનો હતો દબદબો 
રાજસ્થાનમાં હરીદેવ જોશી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બ્રાહ્મણોના વોટ કોંગ્રેસ પાર્ટીને મળતા હતા પરંતુ અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ આંદોલન બાદથી બ્રાહ્મણ ધીમે ધીમે ભાજપ તરફ જતાં રહ્યા . જોકે ધીમે ધીમે બ્રાહ્મણ નેતાઓ હાંસિયા પર ધકેલાઇ ગયા હતા, બંને પાર્ટીઓ તરફથી મુખ્યમંત્રી કેન્ડીડેટથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધી અમુક જ બ્રાહ્મણ નેતાઓને પદ મળ્યા. એવામાં કોઈને વિશ્વાસ નહોતો કે 2023માં બ્રાહ્મણ નેતાને મોકો આપવામાં આવશે. 

દેશના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઇ ગયા હતા બ્રાહ્મણ વૉટર્સ 
દેશમાં મંડલનું રાજકારણ પ્રભાવી થયું ત્યારથી જ બ્રાહ્મણ રાજનીતિ ખતમ થઈ ગઈ છે, એક સમય હતો જ્યારે મોટા ભાગના મુખ્યમંત્રીઓ બ્રાહ્મણ જ હતા. જો મુખ્યમંત્રી ના હોય તો પાર્ટીના પ્રદેશ બ્રાહ્મણ નેતાને બનાવવામાં આવતા હતા. બાદમાં સમયની સાથે કોંગ્રેસ પાર્ટીનું રાજકારણ ઓબીસી કેન્દ્રીત થતી ગઈ. રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટકમાં સરકાર બની પણ બ્રાહ્મણ મુખ્યમંત્રી ન બન્યા. ભાજપમાં પણ પાવરફૂલ મંત્રીઓમાં પણ કોઈ મોટો બ્રાહ્મણ ચહેરો નથી જેનાથી દેશભરમાં સંદેશ જઈ શકે. 

યુપીમાં પણ નારાજ હતા બ્રાહ્મણ 
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ એક લોકપ્રિય મુખ્યમંત્રી છે પરંતુ બ્રાહ્મણ સમાજની નારાજગી યોગી સામે અનેકવાર જોવા મળી છે. એક મોટો વર્ગ એવું માને છે કે યોગીના કારણે બ્રાહ્મણો પર અત્યાચાર વધ્યા છે. વિકાસ દુબે એન્કાઉન્ટરમાં પણ ભેદભાવ કરીને રાજપૂત માફિયાઓ પર કાર્યવાહી થતી નથી એવી ભાવના પણ લોકોના મનમાં હતી. 

મધ્ય પ્રદેશમાં OBC કાર્ડ 
મધ્ય પ્રદેશમાં સંગઠન સાથે જોડાયેલા નેતા મોહન યાદવને CM બનાવવામાં આવ્યા છે, મોહન યાદવ ABVPથી રાજકારણ કરી રહ્યા છે. 2013માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. મોહન યાદવને CM બનાવીને ભાજપે ઉત્તર પ્રદેશ અને બિહારના વૉટર્સને સંદેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી જ્યારે બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના કારણે યાદવ વોટ ભારતીય જનતા પાર્ટીને મળતા નથી, લાલુ યાદવ અને અખિલેશ યાદવની પાર્ટી મોટા ભાગના યાદવ વોટને લઈ જાય છે. બંને રાજ્યોમાં 10થી 12 ટકા વસ્તી યાદવોની છે. સાથે સાથે એક બ્રાહ્મણ અને એક દલિત નેતાને ડેપ્યુટી CM બનાવવામાં આવ્યા છે. 

છત્તીસગઢમાં આદિવાસી CM 
જો છત્તીસગઢની વાત કરીએ તો વિષ્ણુદેવ સાય આદિવાસી સમાજથી આવે છે અને તેઓ ચાર  વખત સાંસદ, બે વખત ધારાસભ્ય, કેન્દ્રીય રાજ્યમંત્રી તથા ત્રણ વખત પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમની આદિવાસી  ગઢમાં મજબૂત પકડ છે. આ વખતે આદિવાસી વિસ્તારોમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે અને મોટા ભાગની બેઠકો કબજે કરી છે. છત્તીસગઢમાં 34 ટકા વસ્તી આદિવાસીઓની જ છે. એવામાં લોકસભા ચૂંટણીના ચાર પાંચ મહિના પહેલા આદિવાસી નેતાને મોટું પદ આપીને ભાજપે આદિવાસી વૉટર્સને ખુશ કરવા પ્રયાસ કર્યો છે. સાથે સાથે દેશભરમાં ભાજપની છવિ એવી બનશે કે પાર્ટી દ્વારા દરેક વર્ગને મોકો આપવામાં આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

2024 ELECTIONS LOKSABHA ELECTIONS 2024 PM modi LOKSABHA ELECTIONS 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ