ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / Car safety Feature Front airbags to be mandatory in passenger vehicles from April 1 2021
ADVERTISEMENT
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, હવે 1 એપ્રિલથી દરેક ગાડીમાં ડ્રાઇવરની સાથે-સાથે પેસેન્જર સાઇડમાં પણ એરબેગ આપવી ફરજિયાત રહેશે. સડક અને પરિવહન મંત્રાલયે કાનૂન મંત્રાલયને આનેલઇને એક પ્રસ્તાવ મોકલ્યો હતો જેને મંજૂરી મળી ગઈ છે. સરકારે કારમાં મુસાફરી કરતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લીધો છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આગામી દિવસોમાં આ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. એટલે કે 1 એપ્રિલ 2021ના દિવસ કે તે પછી બનેલી કારમાં બે ફ્રન્ટ એરબેગ ફરજિયાત રહેશે. નોટિફિકેશન પ્રમાણે વર્તમાન મોડલો માટે આ નવો નિયમ 31 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે. મૂળ રુપથી પ્રસ્તાવિત સમય સીમા જૂન 2021થી હતી. જેને વધારી દેવામાં આવી છે. ગત વર્ષે ડિસેમ્બરમાં સરકારે આગામી વર્ષથી બધી કારમાં ફ્રન્ટ પેસેન્જર માટે એરબેગને ફરજિયાત બનાવવાના પ્રસ્તાવ પર સલાહ માંગી હતી.
ADVERTISEMENT
પેસેન્જરની સુરક્ષા માટે છે જરૂરી
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સરકાર કારને વધારે સુરક્ષિત બનાવવાની દિશામાં કામ કરી રહી છે. જેથી હવે પહેલાની તુલનામાં કારમાં સ્ટાન્ડર્ડ રૂપથી વધારે સેફ્ટી ફિચર્સ આપવામાં આવે છે જે કાર ચલાવનાર ડ્રાઇવર સાથે પેસેન્જર્સની સુરક્ષા માટે ઘણી મહત્વની છે. જેથી સરકાર તેના પર ભાર આપી રહી છે. ઓટો કંપનીઓ સરકારના દિશા નિર્દેશને જોતા કારમાં આ ફીચર્સને જોડી રહી છે.
ADVERTISEMENT
અત્યારે માત્ર ડ્રાઈવર માટે છે આ નિયમ
હાલના નિયમમાં કારમાં ફક્ત ડ્રાઇવર સીટ માટે એરબેગ ફરજિયાત છે. સાથે બેસેલા યાત્રી માટે એરબેગ જરૂરી નથી. જેના કારણે અકસ્માતમાં ગભીર ઈજા અને મોતનો ડર પણ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો