બ્રેકિંગ ન્યુઝ
આ વિષય પર પીડિત શખ્સને પહેલા પાર્કિંગ મેનેજમેન્ટે કહ્યું કે લોકડાઉનથી અમને કોઈ મતલબ નથી, તેમને પૂરો ચાર્જ આપવો પડશે. જ્યારે પીએમઓને ફરિયાદ મળી ત્યારે એરપોર્ટ પાર્કિંગ મેનેજમેન્ટના સુર બદલાય.
ADVERTISEMENT
આ શખ્સ હરિયાણાના ગુરુગામમાં રહે છે જેનું નામ શિવ દાસ છે જે આ સમસ્યાથી પરેશાન થઇ રહ્યો છે. સૂત્રો પ્રમાણે શિવ દાસ જ્યારે કાર પાર્કિંગના ચાર્જ માટે એરપોર્ટ મેનેજમેન્ટ સાથે વાત કરી ત્યારે તેઓએ કહ્યું કે જ્યાં સુધી લોકડાઉન રહેશે, ત્યાં સુધી પાર્કિંગનો ચાર્જ લાગશે.
શિવ દાસે આ અંગે વાંધો ઉઠાવ્યો અને પીએમઓને આ વિષય પર ફરિયાદ કરી તે બાદ એરપોર્ટ મેનેજમેન્ટને આ વિષય પર પૂછવામાં આવ્યું. બાદમાં એરપોર્ટ મેનેજમેન્ટ સાથે વાત કરી તો શિવ દાસને જવાબ મળ્યો કે તમને કોઈ તકલીફ નહિ થાય, અમે લોકડાઉન પિરિયડના ચાર્જમાં છૂટ આપીશું.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે 22 માર્ચથી જનતા કર્ફ્યુ બાદ શિવ દાસ 23 માર્ચે સવારની ફલાઈથી હૈદરાબાદ જવા રવાના થયા હતા. તેમનો એવો ઈરાદો હતો કે 5-6 દિવસમાં પરત ફરી જઈશ, એ માટે કાર એરપોર્ટ પાર્કિંગમાં મૂકીને ગયા હતા જ્યા 500 રૂપિયા એક દિવસનો ચાર્જ લાગે છે. હૈદરાબાદથી તેઓ મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં તેમના ઘરના લગ્નમાં શામિલ થવા ગયા હતા. બાદમાં 25 માર્ચથી લોકડાઉન શરુ થયું તે બાદ હવાઈ યાત્રા બંધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.