ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Car and truck accident on highway near Pipodara in Surat
ADVERTISEMENT
ADVERTISEMENT
સુરતના પીપોદરા નજીક હાઇવે પર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે કારને અડફેટે લીધીનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં ટ્રક આગળ કાર ફસાઇ જતા 100 મીટર સુધી ઢસડાઇ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. અને ચોંકાવનારી ઘટના તો એ છે કે, કારચાલકે પોલીસ મથકમાં કોઇ ફરિયાદ નોંધાવી નથી.
ADVERTISEMENT
તો આ તરફ પાટણમાં 24 જૂનના અકસ્માતના CCTV સામે આવ્યા છે. જેમાં પત્રકાર દિલીપ ઝાલા અકસ્માતનો ભોગ બન્યા હતા. રાત્રે દિલીપ ઝાલાને કારે ટક્કર મારી હતી. હિટ એન્ડ રનની ઘટના બાદ કારચાલક ફરાર થયો હતો. પત્રકાર દિલીપ ઝાલા મિત્ર સાથે ચાલવા નીકળ્યા હતા. અજાણ્યા કાર ચાલકે દિલીપ ઝાલાને ટક્કર મારી હતી. અકસ્માતમાં દિલીપ ઝાલાને ગંભીર રીતે ઈજા પહોંચી હતી.
સંકળાયેલા મુદ્દાઓ