બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / વડોદરાના સમાચાર / Candidates of political parties of Lok Sabha elections surrender to Gods and Goddesses
Last Updated: 12:26 PM, 16 April 2024
સાબરકાંઠાનાં ભાજપનાં ઉમેદવાર શોભનાબેન બારૈયા વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભર્યા પહેલા શોભનાબેન શક્તિ પ્રદર્શન કર્યું હતું. હિંમતનગરમાં રેલી કાઢીને શક્તિ પ્રદર્શન કરશે. તેમજ ફોર્મ ભર્યા પહેલા શોભનાબેન વિવિધ મંદિરમાં દર્શન કરશે. ભગવાનનાં આશીર્વાદ મેળવી ઉમેદવારી ફોર્મ ભરશે.
ADVERTISEMENT
ફોર્મ ભર્યા પહેલાં દેવુસિંહ ચૌહાણે સંતોના લીધા આશીર્વાદ
ખેડા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર દેવુંસિંહ ચૌહાણ ઉમેદવારી ફોર્મ ભરશે. દેવુસિંહ ચૌહાણ લોકસભાનાં ઉમેદવાર તરીકે ચોથી વખત ફોર્મ ભરશે. ફોર્મ ભર્યા પહેલા દેવુસિંહ ચૌહાણે સંતોનાં આશીર્વાદ લીધા હતા. વડતાલનાં નૌતમ સ્વામી અને સંત સ્વામીનાં આશીર્વાદ લીધા હતા. ફોર્મ ભર્યા પહેલા દેવુસિંહ ચૌહાણ શક્તિ પ્રદર્શન કરશે. નડિયાદમાં દેવુસિંહ ચૌહાણ સભાને સંબોધન કરશે. સભાને સંબોધન કર્યા બાદ બાઈક રેલી સાથે ફોર્મ ભરશે.
ADVERTISEMENT
રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદનો ટુંક સમયમાં ઉકેલ આવશેઃ ર્ડાં.હેમાંગ જોશી
લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે બીજો દિવસ છે, ત્યારે વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર ડૉ.હેમાંગ જોશી આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે.. ફોર્મ ભર્યા પહેલાં હેમાંગ જોશીએ પરિવાર સાથે પંચમુખી હનુમાનજીના દર્શન કર્યા હતા. જે બા દ VTVNEWS સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આજે બપોરે 12.39ના વિજય મુહૂર્તમાં હું ઉમેદવારી ફોર્મ ભરીશ.. આ ફોર્મ વડોદરાના ઈસ્કોન મંદિરથી કલેક્ટર કચેરી સુધી પગપાળા ભરીશ. વધુમાં હેમાંગ જોશીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, વડોદરા અને ગુજરાતની તમામ 26 બેઠકમાં ભાજપની જીત થશે. આ ઉપરાંત હેમાંગ જોશીએ પરશોતમ રૂપાલાના વિવાદ પર પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદનો ટુંક સમયમાં ઉકેલ આવશે.
જશવંતસિંહ ભાભોરે કબીર મંદિરમાં કર્યા દર્શન
દાહોદ લોકસભાનાં ભાજપનાં ઉમેદવાર જશવંતસિંહ ભાભોર ફોર્મ ભરશે. 12.39 વાગ્યાનાં વિજય મૂહુર્તમાં ઉમેદવારી કરશે. જશવંતસિંહ ભાભોરે કબીર મંદિરમાં દર્શન કર્યા. માતા-પિતા આશીર્વાદ લઈ ભમરેચી માતાનાં દર્શન કર્યા હતા.
વલસાડમાં શક્તિ પ્રદર્શનરૂપે રેલી યોજી ભરશે ફોર્મ
વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારી પત્ર ભરશે. અનંત પટેલ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. અનંત પેલ નવસારીનાં પવિત્ર યાત્રાધામ ઉનાઈ ખાતે માં ઉષ્ણ અંબા (ઉનાઈ માતાજીનાં) દર્શન કરી સમર્થકો નીકળ્યા હતા. વલસાડમાં શક્તિ પ્રદર્શનરૂપે રેલી યોજી ફોર્મ ભરશે. કોંગ્રેસનાં અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે તેમનાં સમર્થકો પણ ઉપસ્થિત રહેશે. વલસાડ લોકસભા બેઠકમાં આવતી તમામ 7 બેઠકનાં સમર્થકો રેલીમાં અનંત પટેલનો દાવો કર્યો હતો.
પોતાના ઘરે પરિવાર સાથે પૂજા-અર્ચના પણ કરી
બારડોલી બેઠકનાં ભાજપનાં ઉમેદવાર પ્રભુ વસાવા સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવશે. પ્રભુ વસાવા સ્વર્ગીય પિતાનાં દર્શન કરી ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી નોંધાવ્યા પહેલા પ્રભુ વસાવાએ માતાનાં આશીર્વાદ લીધા હતા. પોતાનાં ઘરે પરિવાર સાથે પૂજા-અર્ચનાં પણ કરી હતી. ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા પ્રભુ વસાવા શક્તિ પ્રદર્શન કરશે. વ્યારામાં રેલી કાઢીને સભાને સંબોધન કરશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.