ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / As the Gandhinagar meeting failed, now CM and CR Patil will consult with the central leadership
Last Updated: 10:00 AM, 16 April 2024
ADVERTISEMENT
રાજકોટમાં ભાજપનાં ઉમેદવારનો વિવાદ હજુ પણ યથાવત છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને ગત રોજ ક્ષત્રિય સમાજનાં આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી જે બેઠક નિષ્ફળ રહી હતી. બેઠકમાં સંકલન સમિતિએ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હતી. તેમજ ટિકિટ રદ્દ નહી થાય તો લડી લેવાની સંકલન સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આ બેઠકમાં મુખ્યમંત્રી, સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી સાથે મળી હતી. તેમજ માફી આપવા બાબતે બંને પક્ષે ચર્ચા થઈ હતી. ત્યારે મુખ્યમંત્રી તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ કેન્દ્રીય નેતૃત્વ સાથે પરામર્શ કરશે.
ADVERTISEMENT

માફી આપવા બાબતે બન્ને પક્ષે થઈ હતી ચર્ચા
મુખ્યમંત્રી તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ અને હર્ષ સંઘવી સાથે ક્ષત્રિય સમાજની યોજાયેલી બેઠક નિષ્ફળ રહી હતી. આ બેઠકમાં અમદાવાદ, સુરત, રાજકોટ તેમજ અન્ય શહેરોમાંથી આવેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ક્ષત્રિય સમાજનાં આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે, રૂપાલાની ઉમેદવારી રદ્દ નહી થાય તો લડી લેવાની સંકલન સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી. તેમજ માફી આપવા બાબતે બંને પક્ષે ચર્ચા તઈ હતી. તેમજ ક્ષત્રિય સમાજે લડક યથાવત રાખી હતી. આ સમગ્ર મામલે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ કેન્દ્રીય નેતૃત્વ સાથે પરામર્શ કરશે.
ADVERTISEMENT

વધુ વાંચોઃ આજે પરષોત્તમ રૂપાલા રાજકોટથી ભરશે ઉમેદવારી ફોર્મ, જનસભાને પણ સંબોધશે
ADVERTISEMENT
પરષોત્તમ રૂપાલાએ શું નિવેદન કર્યું હતું
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું હતું. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.