ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / byju-s-acquire-aakash-educational-services-in-nearly-1b-dollar

ડીલ / મેડિકલ કોચિંગ માટે પ્રખ્યાત આકાશ ઈન્સ્ટિટ્યૂટ 7300 કરોડમાં વેચાઈ, જુઓ કોણે ખરીદી

Published By: Nirav

Last Updated: 08:50 PM, 6 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાયજુએ દેશની પ્રખ્યાત એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ આકાશ એજ્યુકેશનલ સર્વિસને 1 બિલિયન ડોલરમાં ખરીદી લીધી છે

ADVERTISEMENT

  • મેડિકલ કોચિંગની પ્રખ્યાત સંસ્થા છે આકાશ 
  • આકાશ એજ્યુકેશનલ સર્વિસને બાયજુએ ખરીદી લીધી 
  • 7300 કરોડની ડીલમાં બાયજુએ આકાશને ખરીદી

બાયજુએ દેશની પ્રખ્યાત એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ આકાશ એજ્યુકેશનલ સર્વિસને 1 બિલિયન ડોલરમાં ખરીદી લીધી છે. ખાસ વાત તો છે કે આકાશ છેલ્લા 33 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં છે અને બાયજુને હજુ માત્ર 6 વર્ષ જ થયા છે. 

આ વાત કેટલી અજબ છે કે 6 વર્ષ જૂની બાયજુએ 33 વર્ષના આકાશને ખરીદી લીધું છે, આ બંને એજ્યુકેશનલ કંપનીઓ છે અને બાયજુએ એક બિલિયન ડોલર એટલે કે લગભગ 7300 કરોડ રૂપિયામાં 33 વર્ષ જૂની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આકાશને ખરીદી લીધી છે, આ દેશના એજ્યુકેશનલ સેક્ટરની બે મોટી બ્રાન્ડના વિલયની આ એક પ્રમુખ ઘટના છે, મનાઈ રહ્યું છે કે બાયજુએ આ નિર્ણય એક રણનીતિક વિકલ્પના રૂપે લીધો છે. 

33 વર્ષનો ટ્રેક રેકોર્ડ 

એશિયા અધિગ્રહણના સહપ્રમુખ અને બ્લેકસ્ટોનમાં ભારતના પ્રાઇવેટ ઇક્વિટીના પ્રમુખ અમિત દીક્ષિતએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં અમે AESL માં રોકાણ કર્યું, કેમ કે આ એક પ્રોફેશનલ મેનેજમેન્ટ ટીમ, બેસ્ટ ઇન ક્લાસ કોર્પોરેટ એડમિનિસ્ટ્રેશન અને ભારતમાં પોતાના સારા [અરિણામોની સાથે 33 વર્ષન જૂના અગ્રણી ટેક બ્રાન્ડમાંથી એક છે. અમે હમેશા માનીએ છીએ કે ઓમ્ની ચેનલ ટેસ્ટની તૈયારી અને ટ્યુશન માટે એક સારો મોડેલ હશે. અમે ભારતની બે અગ્રણી કંપનીઓ આકાશ અને બાયજુની વચ્ચે ભાગીદારીનો હિસ્સો બનવા માટે તૈયાર છીએ. 

દેશમાં આકાશના 215 સેન્ટર્સ છે 

215થી વધુ સેન્ટરની સાથે આકાશ મેડિકલ અને એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ, સ્કૂલ/બોર્ડ એક્ઝામ, KVPY, NTSE, ઓલમ્પિયાડ અને અન્ય ફાઉન્ડેશન સ્તરની એક્ઝામની તૈયારી કરાવે છે. બાયજુન સંસ્થાપક અને સીઇઓ બાયજુ રવિચંદ્રને એક નિવેદનમાં કહ્યું હતું કે અમારી પૂરક તાકાત અમે ક્ષમતાઓનું નિર્માણ કરવામાં અને આકર્ષક અને વ્યક્તિગત રીતે શીખવાની સાથે સક્ષમ બનાવશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Akash Institute BYJU medical education કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ Deal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ