ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આ શેરે તો કરોડપતિ બનાવી દીધા, રણબીર કપુરે પણ રોકેલા છે પૈસા, 5 વર્ષમાં ચાર ગણા પૈસા

બિઝનેસ / આ શેરે તો કરોડપતિ બનાવી દીધા, રણબીર કપુરે પણ રોકેલા છે પૈસા, 5 વર્ષમાં ચાર ગણા પૈસા

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:33 PM, 8 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Prime Focus Share Upper Circuit: શેર બજારમાં ટ્રેડિંગ દરમિયાન છેલ્લા કેટલાક સમયથી એક પોસ્ટ પ્રોડક્શન કંપનીનો શેર ધૂમ મચાવી રહ્યો છે.

ADVERTISEMENT

Prime Focus Share Upper Circuit: શેર બજારમાં ટ્રેડિંગ દરમિયાન છેલ્લા કેટલાક સમયથી એક પોસ્ટ પ્રોડક્શન કંપનીનો શેર ધૂમ મચાવી રહ્યો છે. આ કંપનીમાં બોલિવૂડના એક એક્ટર દ્વારા કરોડો રૂપિયા લગાવવામાં આવ્યા છે. કંપનીના શેરમાં પૈસા રોકાણ કરનારા રોકાણકારોને મોટો નફો મળી રહ્યો છે.

Prime Focus Share: સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજાર તેજી સાથે ટ્રેડ કરી રહ્યું છે અને સેન્સેક્સ-નિફ્ટી તેજીથી ચાલી રહ્યા છે. પોસ્ટ પ્રોડક્શન અને વીએફએક્સ સેક્ટરની અગ્રણી કંપની પ્રાઇમ ફોકસનો શેર છેલ્લા બે ટ્રેડિંગ દિવસોથી રોકેટ બનેલો છે. સતત બંને દિવસે 10 ટકાની અપર સર્કિટ લાગી છે. બજારમાં પ્રાઇમ ફોકસનો શેર રોકાણકારોને માલામાલ કરી રહ્યો છે. કંપનીનો શેર સતત બે દિવસથી 10ટકાની અપર સર્કિટને સ્પર્શી રહ્યો છે. પ્રાઇમ ફોકસમાં કરોડો રૂપિયાનો દાવ લગાવ્યો છે તેમાં બોલીવુડ અભિનેતા રણબીર કપૂરનો પણ સમાવેશ થાય છે.

stock-market-simple

પ્રાઈમ ફોકસની સ્થાપના નમિત મલ્હોત્રા દ્વારા 1997માં મુંબઈમાં કરવામાં આવી હતી. એક નાની પોસ્ટ પ્રોડક્શન કંપની તરીકે શરૂ થયેલી તે વીએફએક્સ ક્ષેત્રમાં એક મોટું નામ બની ગઈ છે. કંપનીનો શેર રોકાણકારો માટે મલ્ટિબેગર તરીકે ઉભરી આવ્યો છે. સોમવારે આ શેર રૂ. 174.20 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ રૂ. 158.37 ની સરખામણીમાં 10 ટકાની અપર સર્કિટ સાથે હતો.

stock-market-simpl1-1

પાંચ વર્ષમાં માલામાલ બનાવ્યા

છેલ્લા પાંચ વર્ષમાં આ શેરમાં રોકાણ કરાયેલા નાણાંની રકમ ચાર ગણાથી વધુ વધી છે. શેરમાં વધારાને કારણે કંપનીનું માર્કેટ કેપ પણ રૂ. 5400કરોડ થયું છે. છેલ્લા છ મહિનામાં આ શેરે 74 ટકા વળતર આપ્યું છે. તેનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ સ્તર 181 રૂપિયા છે.

રણબીર કપૂર પાસે 12.5 લાખ શેર છે!

અહેવાલો અનુસાર બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરે આ કંપનીના શેરમાં કરોડો રૂપિયાનો દાવ લગાવ્યો છે. રણબીર કપૂરે લગભગ 15 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને બદલામાં તેને પ્રાઇમ ફોકસના 12.5 લાખ શેર મળ્યા હતા. આ શેર પ્રતિ શેર 120 રૂપિયાના દરે આપવામાં આવ્યા હતા.

vtv app add

આ પણ વાંચોઃ મનોરંજન / 'બાગી 4' પર ભારે પડી આ હોરર ફિલ્મ, ત્રણ દિવસમાં જ કર્યું આટલું કલેક્શન

રોકાણની રકમમાં આટલો વધારો

ચાલુ તેજી અનુસાર અભિનેતા દ્વારા ખરીદેલા 12.5 લાખ શેરનું મૂલ્ય સોમવારના ભાવ મુજબ 15 કરોડ રૂપિયાથી વધીને 21.75 કરોડ રૂપિયા થયો છે. મતલબ કે રણબીર કપૂરે સીધો 6.75 કરોડ રૂપિયાનો નફો થયો છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Prime Focus Share Ranbir Kapoor Multibagger Stock

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ