બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / VTV વિશેષ / મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલાં રિસ્ક પ્રોફાઇલ વિશે સમજી લેજો, નહીંતર...!
Last Updated: 12:47 PM, 10 June 2025
Mutual Fund Investment: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એ આજના સમયમાં એક સરળ વિકલ્પ છે. હવે સરળ ભાષામાં સમજીએ તો રોકાણકારોના પૈસા નિષ્ણાત ફંડ મેનેજર દ્વારા વિવિધ જગ્યાએ રોકવામાં આવે છે. જેમકે શેરબજાર, બોન્ડ, ગવર્નમેન્ટ સીકયોરિટી, સોનું અને અન્ય સીકયોરિટી.
ADVERTISEMENT
જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશ એટલે કે રોકાણ કરવા માંગતા હોવ તો મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરતાં પહેલા કેટલીક મહત્વની બાબતો જાણવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને તમારી રિસ્ક પ્રોફાઇલ અને ફંડના પ્રકારો વિશે.

ADVERTISEMENT
રિસ્ક પ્રોફાઇલ સમજતા પહેલા રિસ્ક પ્રોફાઇલ એટલે શું એ સમજીએ. રિસ્ક પ્રોફાઇલ એ વ્યક્તિ કે રોકાણકર્તાની એવી નાણાકીય અને માનસિક ક્ષમતા છે જે બતાવે છે કે તે કેટલું જોખમ (Risk) સહન કરી શકે છે અને કેટલું જોખમ લેવા માટે તૈયાર છે. અન્ય શબ્દોમાં કહીએ તો રિસ્ક પ્રોફાઇલ તે માપદંડ છે જેના આધારે નક્કી થાય છે કે કોઈ વ્યક્તિ:
ADVERTISEMENT
આ સાથે એ પણ સમજવું જરૂરી છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એ માત્ર "નફો કેટલો મળશે?" માત્ર એ વાત પર આધારિત નિર્ણય નથી. આ સાથે તેમાં આ બાબતો પણ ખૂબ મહત્ત્વની છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: નાના વેપારીઓ તથા સર્વિસ પ્રોવાઈડર્સ માટે આશીર્વાદરૂપ છે આવકવેરાની કલમ 44AD અને 44ADA, જાણો ફાયદા
ADVERTISEMENT
દરેક વ્યક્તિની જોખમ સહન કરવાની ક્ષમતા, લક્ષ્ય અને રોકાણ વિશેની સહનશીલતા અલગ હોય છે. રિસ્ક પ્રોફાઇલ ત્રણ મુખ્ય ભાગમાં વહેંચાય છે અને જે ઉપર આપેલા મહત્વના પોઈન્ટને ધ્યાનમાં રાખીને નક્કી કરવી જોઈએ. તો ચાલો જાણીએ રિસ્ક પ્રોફાઇલ ત્રણ મુખ્ય ભાગ કયા છે.
ADVERTISEMENT
આ રોકાણકારો પોતાના રોકાણને સુરક્ષિત રાખવાને પ્રથમ પ્રાથમિકતા આપે છે. આ રોકાણકારોનું mindset એવું હોય છે કે નફો ઓછો મળશે તો ચાલશે પણ રોકાણમાં કોઈ નુકશાન ન થાય એ જ અગત્યનું હોય છે . માર્કેટના ઉતાર-ચઢાવ જોઈને દબાવ અનુભવે છે અને સલામત વિકલ્પ પસંદ કરે છે.
આ રોકાણકારો મૂડીની સુરક્ષાને મહત્વ આપે છે. પણ સાથે સાથે નફા માટે પણ તૈયાર રહે છે. નફા અને જોખમ વચ્ચે સંતુલન જાળવવાનું પસંદ કરે છે. થોડી-ઘણી માર્કેટ વોલેટિલિટી (ઉથલપાથલ) સહન કરી શકે છે. આ રોકણકારો મધ્યમ ગાળાના એટલે કે 3-5 વર્ષ સુધીના નાણાકીય લક્ષ્યો ધરાવે છે.
આ રોકાણકારો ઊંચા વળતર (High Returns) માટે વધારે જોખમ લેવા માટે તૈયાર હોય છે. તે માર્કેટની ઉથલપાથલથી ડરતો નથી. તેને એક તક (opportunity) માને છે. આ રોકાણકાર યુવા વયનો હોઈ શકે છે જે લાંબા ગાળાના રોકાણ માટે તૈયાર હોય છે.
આ પણ વાંચો: UKમાં વર્ક પરમિટ વિઝા કેવી રીતે મળે?, ચાલો સરળ ભાષામાં સમજીએ સમગ્ર પ્રક્રિયા

આમ, મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણ કરવું એ માત્ર SIP ચાલુ કરવી એવું નથી. એના માટે રિસ્ક પ્રોફાઇલને સમજાવી ખૂબ જરૂરી છે. રિસ્ક પ્રોફાઇલ ને સમજીને યોગ્ય મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ પસંદ કરવી જોઈએ.
જો તમે તમારી રિસ્ક પ્રોફાઇલ સમજી ના શકતા હો તો યોગ્ય નિષ્ણાતની સલાહ લેવી અને એ સલાહકારની સલાહ મુજબ મ્યુચ્યુઅલ ફંડ ની સ્કીમ પસંદ કરવી એ લાંબાગાળે હિતાવહ સાબિત થાય છે.
(DISCLAIMER મ્યુચ્યુઅલ ફંડને લાગતો આ આર્ટિકલ લેખકોના મૌલિક વિચાર આધારિત છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Author Hemal Thakkar is a Chartered Accountant & Investment Advisor with over 11 years of experience.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.