ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:32 PM, 10 February 2026
ADVERTISEMENT
Multibagger Stock: શેર બજારમાં લાંબા સમય સુધી ટકી રહેવું અને નફો કમાતા રહેવું કોઈ સરળ કામ નથી. આ કામમાં મલ્ટીબેગર સ્ટૉક્સ ઘણા મદદગાર સાબિત થાય છે. મલ્ટીબેગર સ્ટૉક્સ પર સામાન્ય રીતે વધઘટની વધારે અસર નથી થતી. તે પોતાના રોકાણકારોને ભારે નફો કરાવે છે. ચાલો જાણીએ આવા જ એક સ્ટૉક વિશે કે જેને પોતાના રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપીને માલામાલ કરી દીધા છે.
ADVERTISEMENT
મલ્ટીબેગર SME સ્ટૉક કેપ્ટન પૉલીપ્લાસ્ટ (Captain Polyplast) ની વાત થઈ રહી છે. સોમવારે 9 ફેબ્રુઆરીએ કંપનીના શેરોમાં લગભગ 8 ટકાનો વધારો થયો. કંપનીના શેરોમાં આવેલી તેજી પાછળ નાણાકીય વર્ષ 2026ની ડિસેમ્બર ત્રિમાસિકમાં આનું શાનદાર પ્રદર્શન છે. આને કારણે રોકાણકારોનો આના પર વિશ્વાસ વધ્યો અને આ 7.7 ટકા સુધી ઉછળીને દિવસના પોતાના સૌથી હાઇ લેવલ 83.21 રૂપિયા પર પહોંચી ગયો.
ADVERTISEMENT
જો કે હજુ પણ ફેબ્રુઆરી 2025માં પહોંચેલા પોતાના 52 સપ્તાહના સૌથી હાઇ લેવલ 107.70 રૂપિયાથી લગભગ 23 ટકા દૂર છે. કેપ્ટન પૉલીપ્લાસ્ટના 52 સપ્તાહનું લૉ લેવલ 58.41 રૂપિયા છે, જે સપ્ટેમ્બર 2025માં પહોંચ્યું હતું. છેલ્લા એક વર્ષમાં ભલે શેરોમાં 25 ટકાનો ઘટાડો થયો હોય, પણ એક છેલ્લા મહિનામાં આમાં 5 ટકાનો વધારો પણ થયો છે. લૉંગ ટર્મમાં આ શેરે મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે, જે છેલ્લા 12 વર્ષોમાં 1450 ટકા છે.

ADVERTISEMENT
કેપ્ટન પૉલીપ્લાસ્ટનું ડિસેમ્બર ત્રિમાસિકમાં શાનદાર પરફોર્મન્સ રહ્યું. દરમિયાન તેનો નેટ પ્રોફિટ ગયા વર્ષની સામાન ત્રિમાસિકના 9.05 કરોડથી 40.07 ટકા વધીને 12.66 કરોડ થઈ ગયો. ઓપરેશનલ રેવન્યુ પણ ગયા વર્ષની સરખામણીમાં 40.87 ટકા વધીને 126.33 કરોડ થઈ ગયું, જ્યારે એક વર્ષ પહેલા તે 90.25 કરોડ રૂપિયા હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો: સતત ઉછાળા બાદ સોના-ચાંદીના ભાવ પર વાગી બ્રેક, કિંમતમાં મસમોટો ઘટાડો
FY26ના બીજા ત્રિમાસિકમાં કેપ્ટન પૉલીપ્લાસ્ટનો કંસોલિડેટેડ પ્રોફિટ 1.82 કરોડ રૂપિયા રહ્યો, જે ત્રીજા ક્વાર્ટરમાં 592.46 ટકા વધીને 12.58 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો. રેવન્યુ પણ આ દરમિયાન 58.46 ટકાના વધારા સાથે 79.73 કરોડથી 126.33 કરોડ થઈ ગયો, જે વૉલ્યુમ અને એક્ઝિકયુશન બંનેમાં ભારે વધારો દર્શાવે છે. ઓપરેટિંગ પરફોર્મન્સ પણ મજબૂત રહ્યું. ક્વાર્ટર માટે EBITDA વાર્ષિક 35 ટકા વધીને 16.13 કરોડ થઈ ગયું. જો કે EBITDA માર્જિનમાં 46 બેસિસ પોઇન્ટનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો, જે ડિસેમ્બર ક્વાર્ટરમાં 12.68 પર આવી ગયો. આનું મુખ્ય કારણ ઓપરેશનના વધતાં પ્રમાણની સાથે-સાથે ખર્ચ વધવો રહ્યું.
ADVERTISEMENT
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો