ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સતત ઉછાળા બાદ સોના-ચાંદીના ભાવ પર વાગી બ્રેક, કિંમતમાં મસમોટો ઘટાડો

બિઝનેસ / સતત ઉછાળા બાદ સોના-ચાંદીના ભાવ પર વાગી બ્રેક, કિંમતમાં મસમોટો ઘટાડો

Published By: Jinal Chauhan

Last Updated: 11:16 AM, 10 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરેલુ વાયદા બજારમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. MCX પર એપ્રિલ મહિનામાં સોનાનો વાયદો 1.6% અથવા લગભગ 2500 રૂપિયા ઘટીને 15546 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયા છે.

ADVERTISEMENT

બે દિવસના વધારા પછી સોનામાં ઘટાડો નોંધાયો છે કારણ કે રોકાણકારોએ ઉતાર ચઢાણ વાળા બજારમાં પ્રોફિટ વસુલ્યો છે. મંગળવાર સવારે ઘરેલુ વાયદા બજારમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. MCX પર એપ્રિલ મહિનાના સોનાનો વાયદા 1.6% અથવા લગભગ 2500 રૂપિયા ઘટીને 155546 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયા છે. સાથે જ ચાંદીનો વાયદો 4%થી વધુ કે 11,000 રૂપિયાથી વધુ ઘટીને 2,51,544 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યા છે.

ઈન્ટરનેશનલ માર્કેટના હાલ

ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવ શરૂઆતના કારોબારમાં 1.4% સુધીનો ઘટાડો આવ્યો છે અને આ થોડીક વાર માટે પાંચ હજાર ડોલ પ્રતિ ઔંસ નીચે ગયો છે ત્યારપછી અમુક નુકસાનની ભરપાઈ થઈ છે. 29 જાન્યુઆરીએ તેમના રેકોર્ડ આસમાને જઈને સોનુ લગભગ 10% ઘટી ગયું છે પરંતુ આ વર્ષે હાલ પણ મજબૂતાઈથી ઉપર છે. સિંગાપુરમાં સવારે 8 વાગ્યા સુધી સ્પોટ ગોલ્ડ 0.5% ઘટીને 5032.53 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. ચાંદી 1.8 ટકા 81.92 ડોલર પર આવી ગયો છે. પ્લેટિનિયમ અને પેલેડિયમ પણ નબળા રહ્યા છે.

Gold-and-Silver-Latest-Rate

ઘટાડાનું કારણ

અમેરિકન ડોલર ઈન્ડેક્સમાં વધારો જે 96.83થી વધીને 97.01 પર પહોંચી ગયો હતો. આનાથી વિદેશી ખરીદદારો માટે ડોલર આધારિત સોનુ મોંઘુ થઈ ગયું છે. રોકાણકારો દ્વારા આ સપ્તાહ આવનારા અમેરિકન રોજગાર અને ફુગાવાના ડેટા પહેલા રોકાણકારોએ સાવચેતીભર્યુ વલણ અપનાવ્યું જે ભવિષ્યના વ્યાજદર વલણ માટે સંકેત આપશે તેવી અપેક્ષા છે.

જાન્યુઆરીના અંતમાં સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો થયો હતો, કારણ કે સટ્ટાબજારની વધુ પડતી ખરીદીના કારણે ભાવ ખૂબ વધી ગયા હતા. પરંતુ લાંબા સમયથી સોનાના ભાવ વધારતા જે કારણો હતા તે હજુ પણ યથાવત છે. જેમ કે વિશ્વમાં વધતો રાજકીય તણાવ, કેન્દ્રીય બેંક દ્વારા વધારે સોનાની ખરીદી અને લોકો દ્વારા સરકારી બોન્ડ તથા કરન્સીમાંથી પૈસા કાઢીને સુરક્ષિત રોકાણ તરફ જવું.

vtv app promotion

આ પણ વાંચોઃ ટ્રમ્પના કબ્જા બાદ સૌથી મોટી ડીલ, હવે વેનેઝુએલા પાસેથી IOCL-HPCL એ ખરીદ્યું તેલ

મોટી નાણાકીય સંસ્થાઓનો વિશ્વાસ યથાવત

ડોઇચે બેંક અને ગોલ્ડમેન સૈક્સ જેવી મોટી બેંકો માને છે કે લાંબા ગાળે સોનાની માંગ મજબૂત રહેશે તેથી ભાવ ફરી સુધરી શકે છે. જાન્યુઆરીમાં ચીનની કેન્દ્રીય બેંકે સતત 15મા મહિને સોનું ખરીદ્યું જે બતાવે છે કે સરકાર હજુ પણ સોનામાં વિશ્વાસ રાખે છે.

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MCX gold dollar index silver futures

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ