ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:10 AM, 10 February 2026
ADVERTISEMENT
Venezuela Oil: ડોનાલ્ડ ટ્રમ્પનો તેલ વાળો ગેમ પ્લાન હવે કામ કરતો દેખાઈ રહયો છે. થોડા દિવસો પહેલા વેનેઝુએલા પર સ્ટ્રાઈક અને રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ પછી હવે અમેરિકાના રાષ્ટ્રપતિએ તેલના ખજાના પર તેમના કંટ્રોલનો દાવો કર્યો છે. અને ટ્રમ્પના કંટ્રોલમાં આવ્યા પછી હેવ વેનેઝુએલાના ઓઇલનો સોદો પણ શરૂ કરી દેવાયો છે. ભારતની ઓઇલ કંપનીઓએ 20 લાખ બેરલ ઓઇલ ડીલ ફાઇનલ કરી છે. રિપોર્ટનું માનીએ તો માત્ર 2 ભારતીય સરકારી રિફાઇનરીઓ પાસે આ ઓઇલ એપ્રિલ સુધીમાં આવી શકે છે.
ADVERTISEMENT
અમેરિકાના વેનેઝુએલાના તેલ રિઝર્વ (Venezuela Oil Reserve) પર કંટ્રોલ કર્યા પછી હવે 20 લાખ બેરલ તેલનો સોદો ફાઇનલ કરવામાં આવ્યો છે. અને આ ડીલ ભારત સરકારની ઓઇલ કંપનીઓએ કર્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે હવે ભારતીય રિફાઇનરીઓ crude oil ની ખપત પૂરી કરવા માટે વેનેઝુએલા તરફ વળી છે. કારણ કે તે તેમના સોર્સ સ્ટ્રેટેજીને ફરી સેટ કરી રહી છે. ઇંડિયન ઓઇલ કોર્પ IOCL અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ HPCL એ સંયુક્ત રીતે એપ્રિલ આ ડિલિવરી મળે તે માટે 20 લાખ બેરલ મેરેય ક્રૂડ oilની ખરીદી કરી છે.
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર વેનેઝુએલાના ક્રૂડ તેલનો આ માલ એક જ મોટા ક્રૂડ કેરિયર (VLCC) દ્વારા મોકલવામાં આવશે. તેમાંથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અંદાજે 1.5 મિલિયન બેરલ તેલ આયાત કરશે. જ્યારે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન આશરે 5 લાખ બેરલ તેલ વહન કરશે. આ શિપમેન્ટ એપ્રિલ મહિનામાં ભારતના પૂર્વ કિનારે પહોંચવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સોદામાં વેચનાર તરીકે કોમોડિટી ટ્રેડિંગ કંપની ટ્રાફિગુરા સામેલ છે. જોકે રિપોર્ટમાં જણાવાયું છે કે પ્રાઈવસી કરારને કારણે ભારતીય કંપનીઓ સામાન્ય રીતે સ્પોટ ટેન્ડર અંગે કશું કહી રહી નથી અને ટ્રાફિગુરાએ પણ આ તેલ સોદા પર કોઈ પ્રતિભાવ આપવાનો ઇનકાર કર્યો છે.
ADVERTISEMENT
ગયા મહિને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ અને ત્યારબાદ યુએસ લશ્કરી કાર્યવાહી હેઠળ વેનેઝુએલાના તેલ પર જાપ્તો કર્યા પછી ટ્રમ્પ વહીવટીતંત્રે વિટોલ અને ટ્રાફિગુરાને વેનેઝુએલાનું તેલ વેચવા માટે અમેરિકી લાઇસન્સ મંજૂર કર્યા હતા. ભારતીય રાજ્ય માલિકીની રિફાઇનરીઓ દ્વારા કરવામાં આવેલી આ ખરીદી એવા સમયે થઈ છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સોદા અંગે તાજેતરમાં સંમતિ કરવામાં આવી છે. અને તેની સત્તાવાર જાહેરાત થવાની છે. ભારત અને અમેરિકા બંનેએ માર્ચ સુધીમાં આ વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ટેરિફમાં ઘટાડો અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી એક માળખું (framework) જાહેર કર્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જોકે આ માળખા અંગે જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં રશિયન તેલનો કોઈ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તેમ છતાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલની ખરીદી બદલ ભારતીય માલ પર લાદવામાં આવેલા વધારાના 25 ટકા ટેરિફ રદ કરવાની જાહેરાત કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ભારત સીધી કે આડકતરી રીતે રશિયન તેલની આયાત બંધ કરવા સંમત થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો