બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:40 AM, 10 February 2026
એશિયાના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જોમાંના એક BSE લિમિટેડે તેના ડિસેમ્બર ક્વોર્ટર (Q3FY26) ના રિઝલ્ટ જાહેર કર્યા છે અને આંકડા ખરેખર મજબૂત છે. માર્કેટ કલાકો બાદ જાહેર થયેલા પરિણામો અનુસાર BSE નો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 174% વધીને 603 કરોડ રૂપિયો થયો છે જે ગયા વર્ષના સમાન ક્વોર્ટરમાં 220 કરોડ રૂપિયા હતો.
ADVERTISEMENT
સપ્ટેમ્બર ક્વોર્ટરની સરખામણીમાં પ્રોફિટ પણ 12% વધ્યો છે જ્યારે કંપનીએ 538 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. સોમવારે કંપનીના શેર 3% થી વધુ વધીને 2986 રૂપિયા થયા હતા.
ADVERTISEMENT
એક્સચેન્જે કમાણીના મોરચે પણ સારું પરફોર્મ કર્યું છે. ડિસેમ્બર ક્વોર્ટરમાં BSE ની કુલ આવક વાર્ષિક ધોરણે 62% વધીને 1244 કરોડ રૂપિયા થઈ. આ ઝડપી વૃદ્ધિ પાછળનું સૌથી મોટું કારણ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં તીવ્ર વધારો હતો. ટ્રાન્ઝેક્શન ચાર્જ આવક વધીને 952 કરોડ રૂપિયા થઈ છે જે એક વર્ષ પહેલા 511 કરોડ રૂપિયા હતી. તો સપ્ટેમ્બર ક્વોર્ટરમાં આ આંકડો 794 કરોડ રૂપિયા હતો. આ સિવાય કોર્પોરેટ્સને પૂરી પાડવામાં આવતી સર્વિસમાંથી આવક પણ વધીને 156 કરોડ રૂપિયા થઈ જ્યારે ક્લિયરિંગ અને સેટલમેન્ટ સંબંધિત ટ્રેઝરી આવક 42.9 કરોડ રૂપિયા થઈ છે.

ADVERTISEMENT
BSEએ આ ક્વોર્ટરમાં ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મજબૂતાઈ દર્શાવી હતી. ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં ઓપ્શન્સનું એવરેજ ડેઈલી નોશનલ ટર્નઓવર વધીને 210 લાખ કરોડ રૂપિયા થયું છે જે ગયા વર્ષના સમાન ક્વોર્ટરમાં 105 લાખ કરોડ રૂપિયા હતું. આ દરમિયાન ઓપ્શન્સ પ્રીમિયમનું સરેરાશ ડેઈલી ટર્નઓવર ત્રિમાસિક ધોરણે આશરે 29% વધીને 194 લાખ કરોડ રૂપિયા થયું હતું. તો BSE ની કુલ ઓપ્શન્સ આવક વાર્ષિક ધોરણે 122% વધીને 784 કરોડ રૂપિયા થઈ જે રોકાણકારોની વધતી ભાગીદારી દર્શાવે છે.
ADVERTISEMENT
કંપનીએ ઓપરેટિંગ સ્તરે પણ તેનું મજબૂત પર્ફોમન્સ જાળવી રાખ્યું. ડિસેમ્બર ક્વોર્ટરમાં BSE નો ઓપરેટિંગ EBITDA 732 કરોડ રૂપિયા હતો જે ગયા વર્ષના સમાન ક્વોર્ટરમાં 235 કરોડ રૂપિયા હતો. EBITDA માર્જિન 59% હતું. પરિણામો શેરના ભાવને પણ પ્રતિબિંબિત કરે છે. બીએસઈનો શેર ફેબ્રુઆરીના નીચા ભાવથી લગભગ 25% સુધરીને 2985 થયો છે અને હવે તે 3030ના રેકોર્ડ ઉચ્ચ સ્તર તરફ આગળ વધી રહ્યો છે. 2025માં અત્યાર સુધીમાં આ શેરે રોકાણકારોને આશરે 48% વળતર આપ્યું છે, જે તેને બજારના સૌથી મજબૂત પ્રદર્શનકારોમાંનો એક બનાવે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.