ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / નોકરી કરતા લોકો માટે જરૂરી ખબર, EPFO કરવા જઈ રહ્યું છે મોટો બદલાવ

કામની વાત / નોકરી કરતા લોકો માટે જરૂરી ખબર, EPFO કરવા જઈ રહ્યું છે મોટો બદલાવ

Published By: Nirav Kumar

Last Updated: 08:49 PM, 9 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની નવી મોબાઈલ એપ દ્વારા UPI પેમેન્ટ ગેટવેથી પોતાના પૈસા બેંક ખાતામાં મેળવી શકશે. શ્રમ મંત્રાલય આ વર્ષે એપ્રિલમાં લાર્જ સ્કેલમાં આ એપ્લિકેશન લોન્ચ કરે તેવી શક્યતા છે.

ADVERTISEMENT

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સબ્સ્ક્રાઇબર્સ આ વર્ષે એપ્રિલમાં લોન્ચ થનારી નવી મોબાઇલ એપ્લિકેશનથી UPI પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરીને તેમના PF ના પૈસા સીધા તેમના બેંક ખાતામાં મેળવી શકશે. આ અંગે સૂત્રએ જણાવ્યું હતું કે, શ્રમ મંત્રાલય એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે જેનામાં EPF નો ચોક્કસ ભાગ સુરક્ષિત કરવામાં આવશે જ્યારે મોટો હિસ્સો યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)થી બેંક ખાતા દ્વારા વિડ્રોવલ માટે ઉપલબ્ધ રહેશે.

vtv app promotion
  • શું છે ડીટેલ ?

સૂત્રએ એમ પણ જણાવ્યું કે, EPFO એક નવી મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરશે જેનાથી સભ્યો UPI ગેટવેનો ઉપયોગ કરીને ફંડ ઉપાડી શકશે તેમજ પાસબુક બેલેન્સ જેવી અન્ય સર્વિસ લાભ લઈ શકશે. અત્યારે સભ્યો તેમના EPF એકાઉન્ટ્સ ઍક્સેસ કરવા અને સર્વિસ મેળવવા માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) પોર્ટલ અથવા 'UMang' એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. આ સર્વિસ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે જ્યારે નવી ડેડીકેટેડ એપ્લિકેશન EPFO સબ્સ્ક્રાઇબર્સને સર્વિસની ઍક્સેસ અને ડિલિવરીમાં સુધારો કરશે.

વધુ વાંચો: ફરી મોંઘુ થયું, ચાંદીમાં 15000 સુધીનો ઉછાળો તો સોનામાં પણ ધરખમ વધારો

  • EPF બેલેન્સ
    આ સિવાય એમ પણ જાણવા મળ્યું કે, સબ્સ્ક્રાઇબર્સ મોબાઇલ એપ્લિકેશન દ્વારા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા માટે ઉપલબ્ધ લાયક EPF બેલેન્સ જોઈ શકશે. તેમને ટ્રાન્જેકશન પૂરું કરવા માટે તેમના એડ કરેલા UPI પિનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે જેનાથી બેંક ખાતામાં ફંડ સુરક્ષિત રીતે ટ્રાન્સફર થઈ શકશે. EPFO હાલમાં આ સર્વિસનું પરીક્ષણ કરી રહ્યું છે. શ્રમ મંત્રાલય આ વર્ષે એપ્રિલમાં લાર્જ સ્કેલમાં આ એપ્લિકેશન લોન્ચ કરે તેવી અપેક્ષા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mobile App EPFO EPF Balance

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ