બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ફરી મોંઘુ થયું, ચાંદીમાં 15000 સુધીનો ઉછાળો તો સોનામાં પણ ધરખમ વધારો

Gold Silver Price / ફરી મોંઘુ થયું, ચાંદીમાં 15000 સુધીનો ઉછાળો તો સોનામાં પણ ધરખમ વધારો

Published By: Priyankka Triveddi

Last Updated: 12:45 PM, 9 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Silver Price:સોના અને ચાંદીની કિંમતોમાં આજે અઠવાડિયાના પહેલા જ દિવસે જોરદાર તેજી જોવા મળી રહી છે. જો કે હાલમાં થયેલા આ ભાવ વધારા પછી પણ તે જાન્યુઆરી મહિનામાં તેના હાઇ લેવલ કરતાં ઘણી સસ્તી છે.

Gold Silver Price: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા થોડા દિવસોમાં ઘટાડો નોંધાયો છે. (Gold-Silver Price Crash) આ ક્રેશ પછી વળી સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે . આજે અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ પર ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. silver Price એટલે કે ચાંદીના ભાવમાં તેના પાછલા બંધની તુલનામાં ખૂલતાની સાથે જ 15000 રૂપિયા પ્રતિ કિલોનો વધારો નોંધાયો છે તો બીજી તરફ સોનાના ભાવમાં પણ એક જ ઝટકામાં 3000 રૂપિયાનો વધારો નોંધાયો છે. જો કે હજુ પણ આ બંને ધાતુઓ તેમના ઓલ ટાઇલ હાઈ લેવલ ભાવથી સસ્તી છે.

ચાંદીએ ખૂલતાની સાથે જ પકડી તેજી

MCX પર સોમવારે કારીબરની શરૂઆત સાથે જ 5 માર્ચની એક્સપાયરી વાળી ચાંદીની કિંમતમાં ઉછાળો આવ્યો હતો. ચાંદી તેના છેલ્લા બંધ ભાવ 249892 રૂપિયાની તુલનામાં વધીને 264885 પર પહોંચી ગઈ છે અને આ હિસાબથી જોઈએ તો એક જ ઝટકામાં 1 Kg Silver Price 1 કિલો ચાંદી 14993 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. જેની તુલના જો તેના લાઈફ ટાઈમ હાઇ ભાવ સાથે કરવામાં આવે તો સિલ્વર પ્રાઇસ હાલ ડાઉન ચાલી રહ્યા છે.

Silver-and-gold

જણાવી દઈએ કે ગત 29 જાન્યુઆરીના રોજ ચાંદીના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો હતો અને ચાંદીનો ભાવ પહેલી વાર 4 લાખ રૂપિયાના ઐતિહાસિક સ્તરને વટાવીને પ્રતિ કિલો 4,20,048 રૂપિયા પર પહોંચી ગયો. ત્યારબાદ ચાંદીમાં ઘટાડો આવ્યો. અને ચાંદીનો ભાવ ઘટીને 2.25 લાખ રૂપિયા પર પહોંચી ગયો. જોકે હવે તેમાં ફરી તેજી જોવા મળી રહી છે. પરંતુ તેના હાઇ લેવલથી ચાંદી આજે પણ 1,55,163 રૂપિયા સસ્તી છે.

Silver-Coins

સોનાના ભાવે પણ પકડી રફતાર

ચાંદીની જેમ જ સોનાના ભાવમાં પણ સોમવારે તેજી જોવા મળી છે. MCX પર 2 એપ્રિલના રોજના એક્સપાયરી વાળા 10 Gram 24 Karat Gold નો ભાવ તેના શુક્રવારના બંધ 1,55,451 ની તુલનામાં ખૂલતાની સાથે જ ઉછાળો મારીને 1,58,500 પર પહોંચી ગયો હતો. એટલે કે સોનાના ભાવમાં 3049 રૂપિયાનો વધારો નોંધાયો છે. જો કે સોનાનો હાલનો ભાવ તેના ઓલ ટાઈમ હાઇ ભાવથી 34596 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

દેશથી વિદેશ સુધી ચાંદીના ભાવમાં ઘટાડો

માત્ર ભારતના ઘરેલુ માર્કેટમાં જ નહિ પણ મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જમાં પણ ચાંદી તેના ઓલ ટાઈમ હાઇ ભાવ પહોંચ્યા હતા ત્યારબાદ ગ્લોબલ માર્કેટમાં પણ તેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્ટરનેશનલ માર્કેટમાં ગયા અઠવાડિયે Spot Silver કાગભગ 20% જેટલો એક જ દિવસમાં ઘટી ગયો હતો અને તેના ઓલ ટાઈમ હાઇ લેવલથી લગભગ 40% સુધી નીચે ભાવ આવી ગયો છે. ગયા મહિને 120 ડોલર પ્રતિ ઔસના ભાવથી નીચે આવીને 64 ડોલર આસપાસ ભવ્ય આવી ગયો છે.

આ પણ વાંચો: શેરબજારમાં જોરદાર ઉછાળો: ટ્રેડ ડીલ સમાચાર બાદ સેન્સેક્સ અને નિફ્ટીએ પકડી તેજ રફતાર

Vtv App Promotion

સોના કરતાં ચાંદીના ભાવ વધુ અસ્થિર રહ્યા છે. ચાંદીનો ઉપયોગ ઔદ્યોગિક હેતુઓ માટે પણ થાય છે, જેના કારણે તેની કિંમતોમાં વધઘટ થાય છે. જે લોકો વધુ જોખમ લેવા તૈયાર છે તેમના માટે ચાંદી એક સારો વિકલ્પ બની શકે છે.

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Silver Price Gold Silver Price Gold Rates Increased

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ