બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેરબજારમાં જોરદાર ઉછાળો: ટ્રેડ ડીલ સમાચાર બાદ સેન્સેક્સ અને નિફ્ટીએ પકડી તેજ રફતાર

બિઝનેસ / શેરબજારમાં જોરદાર ઉછાળો: ટ્રેડ ડીલ સમાચાર બાદ સેન્સેક્સ અને નિફ્ટીએ પકડી તેજ રફતાર

Published By: Priyankka Triveddi

Last Updated: 10:23 AM, 9 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-US Trade Dealનું ફ્રેમ વર્ક બહાર પડી ચૂક્યું છે અને તેની અસર ભારતીય Stock market પર પણ જોવા મળી રહી છે. સોમવાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ 84000ને પાર નીકળી ગયું હતું તો બીજી બાજુ નિફ્ટી પણ 26000 ની નજીક પહોંચી ગયું છે.

Stock Market: ભારતીય શેર બજારમાં આજે સોમવારે સપ્તાહના પહેલા દિવસે તોફાની તેજી સાથે ખૂલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જમાં 30 શેરવાળું સેન્સેક્સ ઇંડેક્સ ખૂલતાની સાથે જ મોટો ઉછાળો મારીને 84000ને પાર નીકળી ગયું છે તો બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સ્ચેન્જનું નિફ્ટી ઇંડેક્સ ઑઁ ઓપનિંગ સાથે 26000 પાસે પહોંચી ગયું છે. આ વચ્ચે SBI, Tata Steel, Titan સાથે IT સેક્ટરની કંપનીઓ TCS, HCL Tech, Infosysના શેરમ ભારે રફતાર જોવા મળી છ. બજારમાં આવેલી આ તેજીનું કારણ India-US Trade Deal Framework માનવામાં આવે છે.

સેન્સેક્સ નિફ્ટીની તોફાની શરૂઆત

શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ BSE સેન્સેક્સ 84177 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 83580.40 થી વધુ હતો અને બીજી જ ક્ષણે તે 700 થી વધુ પોઈન્ટ વધીને 84314.68 પર પહોંચ્યો. સેન્સેક્સની સાથે NSE નિફ્ટી પણ 25888.70 પર ખુલ્યો. જે શુક્રવારે બંધ 25693.70 થી વધુ હતો અને પછી 25922 પર પહોંચ્યો.

આ મોટા શેર ખૂલતાની સાથે જ દોડ્યા

સોમવારે ભારતીય શેરબજારમાં જોવા મળેલી મજબૂત તેજી વચ્ચે અનેક મોટી કંપનીઓના શેર ખુલતાની સાથે જ દોડતા નજર આવ્યા. ખાસ કરીને IT ક્ષેત્રની કંપનીઓના શેરોમાં ખરીદીનું દબાણ જોવા મળ્યું. BSE લાર્જકેપ કેટેગરીમાં આવતા SBIના શેરમાં 6.20%, Titanમાં 2%, Iternalમાં 1.50% , Kotak Mahindra Bankમાં 1.46% અને Tata Steelમાં 1.30% પ્રારંભિક વધારો નોંધાયો હતો. આ ઉપરાંત TCS, રિલાયન્સ, BEL, HCL ટેક અને ઇન્ફોસિસના શેર પણ લાર્જકેપ કેટેગરીમાં ગ્રીન ઝોનમાં ટ્રેડ કરતા જોવા મળ્યા.

મિડકેપ શેરોમાં પણ તેજીનો માહોલ રહ્યો હતો. જ્યાં Godrej Propertiesના શેરમાં 4.90%, ભારત ફોર્જ અને પોલિસી બજારના શેરમાં 2.10% તેમજ BHELના શેરમાં 1.80%નો ઉછાળો જોવા મળ્યો હતો. તે જ સમયે સ્મોલકેપ કેટેગરીમાં હિન્દુસ્તાન કોપર 4.30% અને પૂનાવાલા શેરમાં 2.50%નો વધારો નોંધાયો હતો.

વિદેશમાંથી મળ્યા ગ્રીન સિગ્નલ

ભારતીય શેરબજારમાં તેજીના સકારાત્મક સંકેતો પહેલાથી જ વિદેશોમાંથી મળી રહ્યા હતા. ગયા શુક્રવારે જ્યારે યુએસ શેરબજારો ભારે ઉછાળા સાથે બંધ થયું હતું. ત્યારે સોમવારે નિફ્ટી સહિત તમામ એશિયન બજારોમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો. જાપાનનો નિક્કી લગભગ 2400 પોઈન્ટના ઉછાળા સાથે 56,600 ની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ ઈન્ડેક્સ 390 પોઈન્ટના ઉછાળા સાથે 26,950 પર ટ્રેડ કરતો જોવા મળ્યો. દક્ષિણ કોરિયાના KOSPI ઈન્ડેક્સમાં પણ રોકેટ જેવો ઉછાળો જોવા મળ્યો અને આ ઈન્ડેક્સ લગભગ 4 ટકાના ઉછાળા સાથે 5290 પર પહોંચી ગયો.

આ પણ વાંચો: IPO લાવવાની તૈયારીમાં દિગ્ગજ કંપની, જાણો શું છે યોજના

Vtv App Promotion 2

ટ્રેડ ડીલ આવી સમજમાં

તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સાથે વેપાર કરારને લઈને કરવામાં આવેલી મોટી જાહેરાત બાદ શેરબજારમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. જાહેરાત થતાં જ ભારત અને અમેરિકા બંને દેશોના શેરબજારના ઇંડેક્સમાં તાત્કાલિક ઉછાળો આવ્યો અને ત્યારબાદ સતત અપડેટ્સ સાથે તેજી જળવાઈ રહી. ગયા અઠવાડિયામાં સેન્સેક્સમાં 2800થી વધુ પોઈન્ટનો વધારો નોંધાયો હતો. જ્યારે ટોચની 10 સેન્સેક્સ કંપનીઓમાંથી આઠના બજાર મૂલ્યમાં મળીને આશરે ₹4.55 લાખ કરોડનો વધારો થયો હતો.

હવે વેપાર કરારનું માળખું જાહેર થતાં બજારને કરારના ફાયદા અને ગેરફાયદાની વધુ સ્પષ્ટ સમજ મળવા લાગી છે. જેના કારણે તેની સીધી અસર શેરબજાર પર દેખાઈ રહી છે. આ કરાર હેઠળ અનેક ઉત્પાદનો પર શૂન્ય ટેરિફ અને કેટલીક વસ્તુઓ પર ટેરિફ ઘટાડવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. ઉપરાંત અમેરિકા દ્વારા ભારત પર લાગુ કરાયેલ પારસ્પરિક ટેરિફ પણ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. જેનાથી બજારમાં સકારાત્મક ભાવના વધુ મજબૂત થઈ છે.

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Today India-US Trade Deal

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ