ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:48 AM, 9 February 2026
ADVERTISEMENT
વોલમાર્ટ-બેક્ડ ફિનટેક જાયન્ટ ફોનપે એપ્રિલમાં તેના (IPO) લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ કંપની ભારતના ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં પોતાનો પગ મજબૂત કરવાની સાથે સાથે નાણાકીય સેવાઓ અને નવા ગ્રાહક પ્લેટફોર્મમાં વિસ્તાર કરવાની યોજના ધરાવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કંપનીએ તેના ડ્રાફ્ટ ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ (DRHP) માં જણાવ્યું હતું કે, આ વિસ્તાર પ્રાપ્ત કરવા માટે તે તેના ગ્રાહક આધાર સંભવિત બજાર અને પ્લેટફોર્મ ફૂટ પ્રિન્ટને વિસ્તૃત કરવા માટે કેપિટલનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. ઇન્ડસ્ટ્રીના અંદાજોને ટાંકીને, કંપનીએ જણાવ્યું હતું કે, ભારતમાં ડિજિટલ કન્ઝયુમર પેમેન્ટ માટે કુલ એસ્ટિમેટેડ બજાર નાણાકીય વર્ષ 2025 માં 301 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ હતો અને નાણાકીય વર્ષ 2030 સુધીમાં તે વધીને 602-681 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર ફોનપે એપ્રિલમાં IPO લાવવાનું ટાર્ગેટ રાખી રહ્યું છે. આ એક ઈન્ક્લુઝીવ ઓફર ફોર સેલ (OFS) હશે જેમાં વોલમાર્ટ, માઇક્રોસોફ્ટ અને ટાઇગર ગ્લોબલ જેવા રોકાણકારો 50.6 મિલિયન શેર વેચશે. આ પ્રોસેસમાં નવા શેર ઈશ્યુ કરવાની કોઈ જરૂર રહેશે નહીં. આ કંપનીને જાન્યુઆરીમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) તરફથી IPO માટે મંજૂરી મળી હતી. PhonePe તેના નાણાકીય સેવાઓ વિતરણ વ્યવસાય, જેમ કે લોન અને વીમાનો પણ વિસ્તાર કરી રહ્યું છે. આ કંપની તેના વેલ્થ મેનેજમેન્ટ પ્લેટફોર્મ 'Share.Market' અને સ્વદેશી એપ સ્ટોર 'Indus Appstore' જેવા નવા પ્લેટફોર્મમાં કેપિટલ રોકાણ કરી રહી છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો