બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:11 PM, 8 February 2026
ગયા અઠવાડિયે શેરબજાર માટે સારો સપ્તાહ રહ્યો છે. જેમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં મજબૂત વધારો થયો છે. ભારત-અમેરિકા ટ્રેડ ડીલના સમાચાર સાથે તેમાં ભારે વધારો જોવા મળ્યો. હવે સોમવારથી શરૂ થતાં આગામી સપ્તાહમાં અનેક મુખ્ય પરિબળો જોવા મળશે જેની સીધી અસર શેરબજારની ગતિવિધિઓ પર પડશે. રોકાણકારો આ પરિબળો પર નજીકથી નજર રાખશે. ચાલો તેના વિશે જાણીએ.
ADVERTISEMENT
ગયા અઠવાડિયે શેરબજારની તેજી વચ્ચે સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 8 કંપનીઓમાં મજબૂત વધારો જોવા મળ્યો. આ કંપનીઓમાં રોકાણ કરનારા રોકાણકારોએ તેમની કમ્બાઇન વેલ્થમાં 4.55 લાખ કરોડ રૂપિયાનો વધારો જોયો. આ દરમિયાન BSE સેન્સેક્સ ઇન્ડેક્સમાં 2,857.46 પોઈન્ટ કે 3.53%નો વધારો થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટીમાં 868.25 પોઈન્ટ કે 3.49%નો વધારો થયો.
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સે સૌથી વધુ કમાણી કરવામાં મોખરે રહી છે. જેમાં રિલાયન્સ રોકાણકારોએ માત્ર 5 દિવસમાં 1.41 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું હતું.
ADVERTISEMENT

ADVERTISEMENT
મોંધવારીના ડેટા: આવતા અઠવાડિયે સરકાર ભારતના છૂટક ફુગાવા અંગેના ડેટા જાહેર કરે તેવી અપેક્ષા છે જે શેરબજારને અસર કરી શકે છે. 2026 ના પ્રથમ મહિના એટલે કે જાન્યુઆરી માટે છૂટક ફુગાવા અંગેનો આ સરકારી ડેટા 12 ફેબ્રુઆરીએ જાહેર થવાની અપેક્ષા છે.
વિદેશી રોકાણકારો: વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ ભારતીય શેરબજાર પર પણ અસર કરી શકે છે. કેમ કે તેઓ ફેબ્રુઆરીમાં નેટ બાયર હોવાનું જણાય છે. સતત ત્રણ મહિનાની ભારે સેલિંગ બાદ FPI એ ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં 8100 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું હતું. તેમના વલણની અસર આવતા અઠવાડિયે પણ માર્કેટ પર પડી શકે છે.
ADVERTISEMENT
Q3 પરિણામોની અસર: લિસ્ટેડ કંપનીઓના ત્રિમાસિક પરિણામો ભારતીય શેરબજાર પર જાહેર થવાનું ચાલુ રહે છે અને આવતા અઠવાડિયે અનેક મોટી કંપનીઓના Q3 પરિણામો પણ આવી શકે છે. જેમાં ટાઇટન, એમ એન્ડ એમ, અશોક લેલેન્ડ અને ઓએનજીસી જેવા મેઈન નામોનો સમાવેશ થાય છે અને તેમની કમાણીમાં કોઈપણ વધારો કે ઘટાડો શેરબજારને અસર કરી શકે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.