બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:46 PM, 8 February 2026
Best Multibagger Stocks India: કેટલીકવાર શેરબજારમાં એવા શેર ઉભરી આવે છે જે રોકાણકારોની અપેક્ષાઓ કરતાં વધુ સારા હોય છે. આ શેરો માત્ર થોડા વર્ષોમાં શાનદાર વળતર આપે છે, જેનાથી લોકોને તગળો નફો કમાવવાની તક મળે છે.
ADVERTISEMENT
ક્યારેક શેરબજારમાં એવા શેર ઉભરી આવે છે જે રોકાણકારોની અપેક્ષાઓ કરતાં વધુ સારા હોય છે. આ શેરો ધીમે ધીમે વધતા થોડા વર્ષોમાં દમદાર વળતર આપે છે, તેમની કમાણીને અનેકગણી વધારી દે છે. આને મલ્ટિબેગર સ્ટોક્સ કહેવામાં આવે છે.
આ યાદીમાં જીઆરએમ ઓવરસીઝે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 1250 ટકાનું મજબૂત વળતર આપીને રોકાણકારોનું ધ્યાન ખેચ્યું છે. તેણે બજારમાં મજબૂત ઓળખ પણ સ્થાપિત કરી છે.
ADVERTISEMENT
એક લાખના રોકાણ પર 12.50 લાખ મળ્યા
જીઆરએમ ઓવરસીઝ કંપનીના શેર લાંબા ગાળે તેના રોકાણકારોને શાનદાર વળતર આપી ચૂક્યા છે. કોઈ રોકાણકારે પાંચ વર્ષ પહેલાં આ સ્ટોકમાં રૂપિયા 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેમનું રોકાણ વધીને આશરે રૂપિયા 12.50 લાખ થયું હોત.
ADVERTISEMENT
આ જ કારણ છે કે આ સ્ટોક અંગે બજારમાં સતત રસ જોવા મળી રહ્યો છે. તાજેતરના કોર્પોરેટ અપડેટ્સ પછી આ સ્ટોક ફરી એકવાર રોકાણકારો અને વિશ્લેષકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
કંપનીની નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બની છે
ADVERTISEMENT
કંપનીએ તાજેતરમાં વોરંટ કન્વર્જન અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. બોર્ડે મોટી સંખ્યામાં વોરંટને ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપી છે, જેનાથી રૂપિયા 86 કરોડથી વધુ રકમ એકઠી થઈ છે.
આ પ્રક્રિયાને પગલે કંપની પાસે હવે કોઈ પેન્ડિંગ વોરંટ નથી. આનાથી તેની બેલેન્સ શીટ મજબૂત થઈ છે, પરંતુ રોકાણકારોનો વિશ્વાસ પણ વધુ મજબૂત થયો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ઇન્કમ ટેક્સ રૂલ્સના ડ્રાફ્ટ પેપર જાહેર, ટેક્સપેયર્સે જાણવું જરૂરી
ADVERTISEMENT
કંપનીના શેરબજારનું પ્રદર્શન
બીએસઇ પર શુક્રવાર 6 ફેબ્રુઆરીના કંપનીના શેરમાં વધારો જોવા મળ્યો. કંપનીના શેર 1.91 ટકા વધીને રૂપિયા 165.30 પર બંધ થયા. ઇન્ટ્રાડે હાઇ રૂપિયા 166.20 હતો.
કંપનીનો શેર 52 અઠવાડિયાના હાઇ લેવલની વાત કરીએ તો આ દરમિયાન શેરનો ભાવ રૂપિયા 185.55નો આંકડે પહોચ્યો હતો. જ્યારે 52 અઠવાડિયાનો નીચો ભાવ રૂપિયા 66.05 હતો.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.