ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મની લોન્ડરિંગ કેસમાં ED એક્શનમાં, JP ઇન્ફ્રાટેકના MDની કરી ધરપકડ

કાર્યવાહી / મની લોન્ડરિંગ કેસમાં ED એક્શનમાં, JP ઇન્ફ્રાટેકના MDની કરી ધરપકડ

Published By: Priykant Shrimali

Last Updated: 11:46 AM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Money Laundering Case : મની લોન્ડરિંગ કેસમાં EDએ કરી મોટી કાર્યવાહી, કંપનીએ ઘર ખરીદનારાઓ પાસેથી મેળવેલા હજારો કરોડ રૂપિયાના ભંડોળનો ગેરઉપયોગ કર્યો હોવાની વિગતો... જાણો અહીં તમામ માહિતી એક જ ક્લિકમાં

ADVERTISEMENT

Money Laundering Case : જયપી ગ્રુપ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDએ જયપી ઇન્ફ્રાટેક લિમિટેડ (Jaypee Infratech Ltd)ના મેનેજિંગ ડિરેક્ટર મનોજ ગૌરને મની લોન્ડરિંગના ગંભીર કેસમાં ધરપકડ કરી છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ કંપનીએ ઘર ખરીદનારાઓ પાસેથી મેળવેલા હજારો કરોડ રૂપિયાના ભંડોળનો ગેરઉપયોગ કર્યો હતો.

₹12,000 કરોડની ઉચાપતનો આરોપ

EDના અહેવાલ મુજબ જયપી એસોસિએટ્સ લિમિટેડ (JAL) અને તેની સંલગ્ન કંપનીઓએ મનોજ ગૌરની આગેવાનીમાં આશરે ₹12,000 કરોડના ફંડ્સની ઉચાપત કરી હતી. આ રકમનો ઉપયોગ અન્ય પ્રોજેક્ટ્સમાં કરાયો હતો, જે ખરીદદારોના હિત વિરુદ્ધ ગણાય છે.

ખરીદદારોના ભંડોળનો ગેરઉપયોગ

તપાસ મુજબ જયપી ઇન્ફ્રાટેકે (Jaypee Infratech Ltd) તેના વિવિધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ માટે ઘર ખરીદનારાઓ પાસેથી મેળવેલી રકમનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કર્યો હતો. જેના કારણે હજારો ખરીદદારોને તેમના ઘર મળ્યા નથી અને તેઓ આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છે.

2017માં ઉઠ્યો હતો વિરોધનો વંટોળ

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં અનેક ઘર ખરીદનારાઓએ જયપી ગ્રુપ સામે આંદોલન કર્યું હતું. ખરીદદારોનો આરોપ હતો કે કંપનીએ તેમની જમા રકમનો દુરુપયોગ કર્યો છે અને પ્રોજેક્ટ્સ અધૂરા છોડ્યા છે. ત્યારબાદ અનેક FIR પણ નોંધાઈ હતી, જેના આધારે EDએ તપાસ શરૂ કરી હતી.

મે 2025માં પડેલા દરોડાઓ બાદ કાર્યવાહી તેજ

આ વર્ષની મે 2025માં EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જયપી ઇન્ફ્રાટેક, જયપી એસોસિએટ્સ અને તેમની સંલગ્ન કંપનીઓના ઓફિસો તથા રહેણાંક સ્થળોએ દરોડા પાડ્યા હતા. એજન્સીએ દિલ્હી, મુંબઈ સહિત દેશભરના આશરે 15 સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવીને મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને બેંક રેકોર્ડ્સ જપ્ત કર્યા હતા. આ દરોડાઓ દરમિયાન ₹1.70 કરોડની રોકડ રકમ પણ મળી આવી હતી.

આ પણ વાંચો : તુર્કીયેમાં ગુપ્ત બેઠકથી દિલ્હીમાં વિસ્ફોટ સુધી : આ એપ મારફતે ઘડાઈ ખતરનાક યોજના

મનોજ ગૌરની ધરપકડ બાદ ED હવે નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ અને મિલકતોની તપાસ વધુ તીવ્ર બનાવવા જઈ રહી છે. એજન્સી સંભવિત રીતે સંલગ્ન કંપનીઓની સંપત્તિ જપ્તી અને બેંક એકાઉન્ટ ફ્રિઝ કરવાની કાર્યવાહી હાથ ધરશે. સુત્રોનું માનવું છે કે, આ કેસ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ફંડ મિસયૂઝના સૌથી મોટા મામલાઓમાંનો એક બની શકે છે અને EDની આ કાર્યવાહીથી અન્ય મોટી બિલ્ડર કંપનીઓ પર પણ અસર જોવા મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

JP Infratech MD arrested Jaypee Associates Limited Money laundering case

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ