ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સોનાની ચમક ફિક્કી પડી! અક્ષય તૃતીયા પહેલા ભાવમાં 5000 રૂપિયાનો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

બિઝનેસ / સોનાની ચમક ફિક્કી પડી! અક્ષય તૃતીયા પહેલા ભાવમાં 5000 રૂપિયાનો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

Last Updated: 07:03 PM, 27 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાના ભાવ અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા પછી ફરી નીચે આવ્યા છે, છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 5 હજારનો ઘટાડો થયો છે.

ADVERTISEMENT

લગ્નની સિઝન દરમિયાન સોનાના ભાવ પહેલીવાર 1 લાખ રૂપિયાને પાર કરી ગયા છે. જોકે અક્ષય તૃતીયા પહેલા છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતીય બુલિયન બજારમાં સોનાના ભાવમાં ભારે ઉછાળો આવ્યો હતો. આ સાથે સાનાના ભાવ પહેલી વાર પ્રતિ 10 ગ્રામ ૧ લાખ રૂપિયાના આંકડાને પાર કરી ગયા છે. જોકે, તે પછી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

gold-rate-1

જાણો MCX પર હાલમાં સોનાના ભાવ શું છે?

છેલ્લા એક અઠવાડિયામાં ટોચ પર પહોંચ્યા પછી સોનાના ભાવમાં ઘટાડો થયો છે. એક અઠવાડિયામાં સોનું પ્રતિ દસ ગ્રામ 5000 રૂપિયા સસ્તું થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે એપ્રિલના બીજા અઠવાડિયામાં સોનાનો ભાવ પહેલી વાર 1 લાખ રૂપિયાને પાર કરી ગયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર પણ સોનું એક લાખ રૂપિયાની નજીક પહોંચી ગયું હતું. ગયા સપ્તાહના પહેલા ટ્રેડિંગ સત્રમાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 97,279 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો. જ્યારે તે પહેલાં તે 99,358 રૂપિયાના ઉચ્ચ સ્તરે સોનું નોંધાયું હતું. જ્યારે આ અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં સોનાના ભાવ 95,032 રૂપિયા પર બંધ થયા હતા. એટલે કે, ગયા અઠવાડિયામાં પાંચ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 2,247 રૂપિયાનો ઘટાડો થયો હતો.

gold-simple-1

આ પણ વાંચો: ગુજરાત બન્યું અગન ભઠ્ઠી, મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર, જાણો ક્યાં કેટલી ગરમી

બુલિયન માર્કેટમાં હાલ સોનાનો ભાવ શું છે?

ભારતીય બુલિયન બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. અહીં પણ GST અને મેકિંગ ચાર્જ સહિત સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1 લાખ રૂપિયાને વટાવી ગયો હતો. જોકે, ગયા અઠવાડિયે તેમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો હતો. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન IBJAK.com ની વેબસાઇટ પર 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 95,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ઘટીને 93,340 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price Gold Price Today Gold price In India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ