બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો, 1 લાખની નજીક પહોંચ્યો ભાવ, જાણો 24 અને 22 કેરેટનો લેટેસ્ટ ભાવ

બિઝનેસ / સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો, 1 લાખની નજીક પહોંચ્યો ભાવ, જાણો 24 અને 22 કેરેટનો લેટેસ્ટ ભાવ

Published By: Priykant Shrimali

Last Updated: 09:56 AM, 17 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold-Silver Price : અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર યુદ્ધ અને મંદીના ભયને કારણે સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે, જાણો શું છે આજે સોનાનો ભાવ ?

Gold-Silver Price : ઉનાળાની ગરમીની સાથે હવે સોનાના ભાવમાં પણ આગ ઝરતી તેજી યથાવત છે. વાસ્તવમાં ભારતમાં સોનાનો ભાવ સર્વકાલીન ઉચ્ચતમ રેકોર્ડ પર પહોંચી ગયો છે. સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) અને સ્થાનિક બજારમાં સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર યુદ્ધ અને મંદીના ભયને કારણે સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે. આ તરફ હવે નિષ્ણાતોનું કહેવું છે કે, આગામી દિવસોમાં ભારતમાં સોનાનો ભાવ 1.10 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

હાલમાં દેશના તમામ શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 96 હજાર રૂપિયાને પાર કરી ગયો છે. જો આપણે ઝવેરાત ખરીદનારાઓની વાત કરીએ તો 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 88 હજાર રૂપિયાથી વધુ છે. આજે 17 એપ્રિલ, ગુરુવારના રોજ પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96 હજાર 180 રૂપિયા છે. 22 કેરેટ સોનું 88, 160 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ.1,00,100 છે.

જાણો શું છે સોનાનો ભાવ ?

  • દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,320 રૂપિયા છે. 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ લગભગ 88,300 રૂપિયા છે.
  • મુંબઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,170 રૂપિયા છે. 22 કેરેટ સોનાની કિંમત 88,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 88,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 96,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 88,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ૨૪ કેરેટ સોનાની કિંમત 96,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 88,200 રૂપિયા છે. ૨૪ કેરેટ સોનાની કિંમત 96,220 રૂપિયા પ્રતિ10 ગ્રામ છે.
  • લખનૌમાં 22 કેરેટ સોનાનો ભાવ 88,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ૨૪ કેરેટ સોનાની કિંમત 96,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • જયપુરમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 88,300 રૂપિયા છે. ૨૪ કેરેટ સોનાની કિંમત 96,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • પટણામાં 22 કેરેટ સોનાનો ભાવ 88,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ૨૪ કેરેટ સોનાની કિંમત 96,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 88,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ૨૪ કેરેટ સોનાની કિંમત 96,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • ગુરુગ્રામમાં 22 કેરેટ સોનાનો ભાવ 88,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ૨૪ કેરેટ સોનાની કિંમત 96,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 88,200 રૂપિયા છે. ૨૪ કેરેટ સોનાની કિંમત 96,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • નોઇડામાં 22 કેરેટ સોનાનો ભાવ 88,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ૨૪ કેરેટ સોનાની કિંમત 96,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

વધુ વાંચો : આજે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધ્યા કે ઘટ્યા? જાણી લો લેટેસ્ટ રેટ

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold-Silver Price Gold price Today silver Price

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ