બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / અન્ય જિલ્લા / શેરબજારમાં તેજીની હેટ્રિક, સેન્સેક્સમાં 1509 પોઈન્ટનો હાઈ જમ્પ, આ સ્ટોક ચમક્યા
Last Updated: 04:13 PM, 17 April 2025
Sensex Closing Bell: અઠવાડિયાનો ટ્રેડિંગનો છેલ્લો દિવસ ફરી એકવાર બજાર માટે ઉત્સાહજનક સાબિત થયો છે. ગુરુવારે 30 શેરનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ BSE સેન્સેક્સ 1508.91 (1.96%) પોઈન્ટ વધીને 78,553.20 પર બંધ થયો છે. બીજી તરફ 50 શેરોવાળો NSE નિફ્ટી 414.45 (1.77%) પોઈન્ટ વધીને 23,851.65 પર બંધ થયો છે.
ADVERTISEMENT

બેંકિંગ શેર કેમ વધ્યા?
ADVERTISEMENT
બજાર નિષ્ણાતોના મતે રોકાણકારો આ સમયે મોટા, સ્થિર અને સસ્તા મૂલ્યાંકનવાળા બેંકિંગ શેરો તરફ વળી રહ્યા છે. ICICI બેંક અને HDFC બેંક જેવી કંપનીઓ 19 એપ્રિલે તેમના માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે. આ પહેલા રોકાણકારોનો રસ આ શેરોમાં જોવા મળી રહ્યો છે. માર્કેટના નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, "બેંક નિફ્ટીએ સેન્સેક્સ અને નિફ્ટી કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. આ દેશના મજબૂત મેક્રોઇકોનોમિક વાતાવરણમાં રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે." અન્ય નિષણાંતોએ જણાવ્યું હતું કે, "રોકાણકારો એવી કંપનીઓમાં રોકાણ કરી રહ્યા છે જે સ્થાનિક માંગ પર આધારિત છે - જેમ કે બેંકિંગ, ટેલિકોમ, એવિએશન, સિમેન્ટ અને ઓટો ક્ષેત્ર."
આ પણ વાંચો: સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો, 1 લાખની નજીક પહોંચ્યો ભાવ, જાણો 24 અને 22 કેરેટનો લેટેસ્ટ ભાવ
ADVERTISEMENT
આ શેરોમાં તેજી જોવા મળી
સેન્સેક્સ અને નિફ્ટી બજારમાં મજબૂત વધારા સાથે બંધ થયા હતો. F&O સેટઅપ વિશે વાત કરીએ તો, આજે દિલ્હીવેરી, KEI ઇન્ડસ્ટ્રીઝ, JSPL, HUDCO અને એન્જલ વનના શેરમાં લાંબી તેજી જોવા મળી હતી. બીજી તરફ, ABB ઇન્ડિયા, L&T ફાઇનાન્સ, ચંબલ ફર્ટિલાઇઝર્સ, AB ફેશન અને રિટેલમાં શોર્ટ કવરિંગ જોવા મળ્યું. જ્યારે વિપ્રો, એલટીઆઈ માઇન્ડટ્રી, ઇન્ફો એજ, ગોદરેજ કન્ઝ્યુમર અને જ્યુબિલન્ટ ફૂડમાં શોર્ટ બિલ્ડ અપ જોવા મળ્યું છે. જ્યારે પેટીએમ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, બિરલા સોફ્ટ, યુનિયન બેંક અને આઈઆરઈડીએમાં લાંબા સમયથી નરમાઈ જોવા મળી રહી હતી. બજાર બંધ થાય તે પહેલાં, અગ્રણી નિષ્ણાતોએ ટૂંકા ગાળાની કમાણી માટે SBI કાર્ડ, દિલ્હીવેરી, Jio ફાઇનાન્શિયલ સર્વિસિસ અને DCX સિસ્ટમ્સના શેર પર દાવ લગાવવાની સલાહ આપી હતી
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.