ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / business-britannia-appointed-urjit-patel-its-additional-director

કારકિર્દી / RBIના પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલને આ બિસ્કિટ કંપનીમાં મળી મોટી જવાબદારી

Published By: Nirav

Last Updated: 09:13 PM, 1 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે 2016-2018 વચ્ચે બે વર્ષ RBI ના ગવર્નરની જવાબદારી સંભાળી હતી.

ADVERTISEMENT

  • બ્રિટાનિયા કંપનીમાં સંભાળશે પદ 
  • એડિશનલ ડિરેક્ટર તરીકે મળી જવાબદારી 
  • પાંચ વર્ષ સુધી સંભાળશે આ પદ 

ભારતીય કંપનીમાં રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને મોટી જવાબદારી મળી છે. બિસ્કિટ અને ડેરી ઉત્પાદનોની અગ્રણી કંપની Britannia એ તાત્કાલિક અસરથી ઉર્જિત પટેલને કંપનીના એડિશનલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તે આગામી પાંચ વર્ષ સુધી આ પદ પર ચાલુ રહેશે.

બ્રિટાનિયા કંપનીમાં મળી નવી જવાબદારી 

ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં, Britannia વતી કહેવામાં આવ્યું છે કે 31 માર્ચ 2021 ના ​​રોજ, કંપનીના ડિરેક્ટર બોર્ડની એક બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 31 માર્ચ 2021 થી 30 માર્ચ 2026 ની સુધી ઉર્જિત પટેલ કંપનીના એડિશનલ ડિરેક્ટરનું પદ સંભાળશે. મહત્વનું છે કે રઘુરામ રાજનના ગયા પછી એનડીએ સરકારે ઉર્જિત પટેલની રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિયુક્તિ કરી હતી.

2016-2018 ની વચ્ચે હતા RBI ગવર્નર 

પટેલે 2016-2018 વચ્ચે બે વર્ષ RBIના ગવર્નરની જવાબદારી સંભાળી હતી. તે પહેલા તે RBI ના ડેપ્યુટી ગવર્નર હતા. હાલમાં તેઓ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસીના અધ્યક્ષ છે. આ સિવાય તે આર્મી ગ્રુપ ઇન્સ્યુરન્સના રોકાણ સલાહકારની ભૂમિકા પણ નિભાવી રહ્યો છે.

IMF માં પણ કર્યું છે કામ 

સરકારની જવાબદારી મેળવતા પહેલા ઉર્જિત પટેલે લગભગ 15 વર્ષ સુધી વિશ્વની શ્રેષ્ઠ સંસ્થાઓ સાથે કામ કર્યું છે. પટેલે પોતાની કારકીર્દિની શરૂઆત આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF થી કરી હતી. આ સિવાય તેમણે નાણાં મંત્રાલયના સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Britannia RBI Urjit Patel ex rbi governer new jobrole ઊર્જિત પટેલ Career

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ