ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:11 PM, 9 September 2025
ADVERTISEMENT
Share Market: ભારતની બીજી સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસ તેના શેરનું બાયબેક કરી શકે છે. આ માટે કંપનીનું બોર્ડ 11 સપ્ટેમ્બર 2025 ના મળશે, જેમાં કંપનીના ઇક્વિટી શેરના બાયબેક પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવશે. બાયબેકમાં કંપની જાહેર જનતા પાસેથી તેના શેર પાછા ખરીદે છે. ગઈકાલે બજાર બંધ થયા પછી કંપનીએ શેર બાયબેક પ્રસ્તાવ વિશે માહિતી આપી હતી. સોમવારે એનએસઇ પર ઇન્ફોસિસના શેર 8.50 રૂપિયા ઘટીને રૂ. 1,436.10 પર બંધ થયા છે.
ADVERTISEMENT
શેર બાયબેક શું છે
શેર બાયબેક એ પ્રક્રિયા છે જ્યારે કોઈ કંપની હાલના શેરધારકો પાસેથી પોતાના શેર પાછા ખરીદે છે. આ પ્રક્રિયામાં શેરધારકોને બે રીતે ફાયદો થાય છે.
ADVERTISEMENT
પ્રથમ - કોઈપણ કંપની વર્તમાન બજાર ભાવ કરતા વધુ કિંમતે તેના શેર ખરીદે છે
બીજું - બાકીના શેરની કિંમત સામાન્ય રીતે વધે છે, કારણ કે શેરની સંખ્યા ઘટે છે અને તેમનું મહત્વ વધે છે.
ADVERTISEMENT

ઇન્ફોસિસના શેરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો
ADVERTISEMENT
કંપનીના શેરના નબળા પ્રદર્શન વચ્ચે ઇન્ફોસિસનો શેર બાયબેક પ્લાન આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં તેનો શેર લગભગ 25ટકા ઘટ્યો છે, જ્યારે 2025 માં તે અત્યાર સુધીમાં 24ટકા ઘટ્યો છે.
આ પણ વાંચોઃ સર્વે / ઘરનું ઘર ખરીદવાનું સપનું માત્ર સપનું જ રહી જશે? સામે આવ્યો ચોંકાવનારો સર્વે, મુંબઈમાં તો...!
ADVERTISEMENT
3 વર્ષ પહેલા પણ બાયબેક કરવામાં આવ્યું હતું
આ બાયબેક દરખાસ્ત મંજૂર થાય છે તો તે 2022 પછી ઇન્ફોસિસના શેરનું પહેલું બાયબેક હશે. 3 વર્ષ પહેલા કંપનીએ પ્રતિ શેર રૂ. 1850 ના લઘુત્તમ બાયબેક ભાવે રૂ. 9300 કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT