બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ઘરનું ઘર ખરીદવાનું સપનું માત્ર સપનું જ રહી જશે? સામે આવ્યો ચોંકાવનારો સર્વે, મુંબઈમાં તો...!
Last Updated: 02:33 PM, 9 September 2025
Buying Home: એવું લાગી રહ્યું છે કે ભારતમાં લોકો માટે ઘર ખરીદવુંએ ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. તાજેતરમાં એક સર્વે મુજબ 81% લોકો ઘરની વધતી કિંમતના લીધે સતત ચિંતિત છે, કારણ કે છેલ્લા 2 વર્ષમાં જ ઘરના ભાવમાં 50% થી વધારે વધારો જોવા મળ્યો છે. લોકો હવે ઘરની વધતી જતી કિંમતના લીધે પોતાનું ઘર લેવાને બદલે ભાડાના ઘરમાં રહેવાનું પસંદ કરે છે.
ADVERTISEMENT
ANAROCK ના 'કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સર્વે H1 2025' મુજબ ભારતના 7 મોટા શહેરોમાં ઘરની સરેરાશ કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના મુખ્ય કારણો આ મુજબ હોઈ શકે છે. Q2 2023 માં પ્રતિ ચોરસ ફૂટ 6001 રૂપિયાની સરેરાશ કિંમત વધીને Q2 2025 સુધીમાં 8990 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ થઈ ગઈ છે. આ સર્વે સસ્તા ઘરના બજારમાં એક મોટો ગેપ છે. 62% સંભવિત ખરીદદારો ઉપલબ્ધ વિકલ્પોથી ખુશ નથી. જ્યારે 92% ખરીદદારો આવા પ્રોજેક્ટ્સના લોકેશનથી ખુશ નથી. આ ડેટા દર્શાવે છે કે શહેરોમાં ઘર ખરીદવું વધુ મોંઘું બન્યું છે અને સસ્તા ઘરની શોધમાં રહેલા ગ્રાહકો ગુણવત્તા અને લોકેશનને લઈને ચિંતિત છે.

ADVERTISEMENT
ADVERTISEMENT
આ આંકડા દર્શાવે છે કે મુંબઈમાં ઘણા ખરીદદારો અન્ય શહેરોની સરખામણીમાં રિયલ એસ્ટેટના ઊંચા ભાવોથી ઓછી ચિંતા અનુભવે છે.

ADVERTISEMENT
8 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત થયેલા એક સર્વેમાં લગભગ 8250 લોકોએ ભાગ લીધો હતો. જેના મુખ્ય તારણો આ મુજબના છે.
ADVERTISEMENT
સસ્તા ઘરોની માંગમાં ઘટાડો: 45 લાખથી ઓછી કિંમતના સસ્તા ઘરોની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2020ના પ્રથમ 6 મહિનામાં 40%ની સરખામણીએ, 2025ના પ્રથમ 6 મહિનામાં આ આંકડો ઘટીને માત્ર 17% થઈ ગયો છે.
ADVERTISEMENT
વધુ વાંચો: કમાલ કા હૈ યે સ્ટોક! 6 જ મહિનામાં રોકાણકારોના રૂપિયા ડબલ કરી નાખ્યા

ANAROCK ગ્રુપના ચેરમેન અનુજ પુરીના જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષમાં 7 મુખ્ય શહેરોમાં પોસાય તેવા ઘરોનો નવો પુરવઠો નોંધપાત્ર રીતે ઘટ્યો છે. 2023ના પ્રથમ છ મહિનામાં આ સપ્લાય 18% હતો, જે 2025ના પ્રથમ છ મહિનામાં ઘટીને માત્ર 12% થઈ ગયો છે. આ અંગે આ ફિલ્ડન એક્સપર્ટનું માનવું છે કે જમીનની અછત, શહેરો તરફ લોકોનું વધતું સ્થળાંતર અને સતત માળખાગત વિકાસને કારણે આ માર્કેટ વધુ મજબૂત બન્યું છે. જો કે આ સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે તૈયાર ઘરોની માંગ હવે ઘટી રહી છે. અને ખરીદદારોની પસંદગીમાં તે સૌથી નીચેના સ્થાને છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.