બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / કમાલ કા હૈ યે સ્ટોક! 6 જ મહિનામાં રોકાણકારોના રૂપિયા ડબલ કરી નાખ્યા

બિઝનેસ / કમાલ કા હૈ યે સ્ટોક! 6 જ મહિનામાં રોકાણકારોના રૂપિયા ડબલ કરી નાખ્યા

Published By: Shilpa Parmar

Last Updated: 01:28 PM, 9 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Multibagger Defence Stock : જો તમે પણ શેર બજારમાં રોકાણ કરવાનો શોખ ધરાવો છો તો જાણી લો આ કમાલના શેર વિશે, જેણે માત્ર 6 જ મહિનામાં રોકાણકારોના રૂપિયા ડબલ કરી નાખ્યા છે.

શેરબજારમાં મલ્ટી બેગર સ્ટોક્સની યાદી ઘણી લાંબી છે અને તેમાંના ઘણા તો એવા છે જે ખૂબ ઓછા સમયમાં જ રોકાણકારોને કરોડપતિ બનાવી ચૂક્યા છે.

આવો જ એક પૈસા ડબલ કરતો શેર છે ડિફેન્સ સેક્ટરની કંપની અપોલો માઇક્રો સિસ્ટમ્સનો, જેણે માત્ર 6 જ મહિનામાં રોકાણકારોના રૂપિયા ડબલ કરી નાખ્યા છે. માત્ર એટલું જ નહીં, પાછળના પાંચ વર્ષમાં આ શેરે રોકાણકારોને 2000% થી પણ વધુનું બંપર રિટર્ન આપ્યું છે. અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે મંગળવારે પણ આ શેર તેજી સાથે જ વેપાર કરી રહ્યો હતો.

શેરમાં જબરદસ્ત તેજી

અપોલો માઇક્રો સિસ્ટમ્સ એક એવી કંપની છે જે ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ્સની સપ્લાય સાથે જોડાયેલી છે. આ કંપની મિસાઇલ પ્રોગ્રામ્સ, અંડરવોટર મિસાઇલ પ્રોગ્રામ્સ, એવિયોનિક સિસ્ટમ્સ અને પનડુબ્બી સિસ્ટમ્સમાં વપરાતા પ્રોડક્ટ્સની ડિઝાઇન, ડેવલપમેન્ટ અને ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરે છે.

મંગળવારે આ ડિફેન્સ શેર 275.25 રૂપિયા પર ખુલ્યો અને વધીને 290.80 રૂપિયા સુધી પહોંચી ગયો. આ તેજીના કારણે કંપનીનું માર્કેટ કેપ પણ ઉછળીને 9240 કરોડ રૂપિયા થઈ ગયું છે.

STOCK-MARKET-FINAL

છ મહિના માં જ કર્યો જાદુ

અપોલો માઇક્રો સિસ્ટમ્સના શેરે ફક્ત છ મહિનામાં જ રોકાણકારોને જબરદસ્ત નફો અપાવ્યો છે. આ સમય દરમિયાન રોકાણકારોને 140.25% નું રિટર્ન મળ્યું છે અને દરેક શેરની કિંમતમાં 163 રૂપિયાથી વધુનો વધારો થયો છે. 10 માર્ચે આ શેરનો ભાવ 116.90 રૂપિયા હતો, જે આજે મંગળવારે 290.80 રૂપિયા સુધી પહોંચી ગયો. આ શેરનો 52 અઠવાડિયાનો હાઇ લેવલ રેટ 321 રૂપિયા છે.

પાંચ વર્ષમાં જ બન્યો મલ્ટીબેગર

આ ડિફેન્સ શેર માત્ર પાંચ વર્ષમાં જ પોતાના રોકાણકારો માટે મલ્ટીબેગર સાબિત થયો છે. તેની કિંમત 11 રૂપિયાથી વધીને 290 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એટલે કે, આ દરમિયાન રોકાણકારોને 2323.78% નું રિટર્ન મળ્યું છે. જો કોઈ રોકાણકરે પાંચ વર્ષ પહેલા અપોલો માઇક્રો સિસ્ટમ્સમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને હજુ સુધી હોલ્ડ રાખ્યા હોય, તો આજે તેની મૂડી વધીને 24,23,000 રૂપિયા થઈ ગઈ હોત.

વધુ વાંચો : આ છટકુ શેરે કર્યાં માલામાલ, 1 લાખના સીધા બની ગયા 34 લાખ, ખરીદવા થઈ પડાપડી

હજુ તેજી આવી શકે છે આ શેરમાં?

માત્ર પાંચ વર્ષ કે છ મહિનામાં જ નહીં, પરંતુ ફક્ત છેલ્લાં એક વર્ષમાં જ આ શેર 172%નું રિટર્ન આપી ચૂક્યો છે. છેલ્લા અઠવાડિયામાં આ શેરે મજબૂત પરફોર્મન્સ કર્યું છે. હાલ તેજી પછી થોડો શાંત પણ જોવા મળી રહ્યો છે. આ શેર પોતાનાં લાંબા ગાળાનાં મૂવિંગ એવરેજથી ઉપર ટકી રહ્યો છે અને 315 રૂપિયા સુધી જવાની સંભાવના છે.

(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Apollo Micro Systems share price Multibagger Defence Stock Best defence stocks in India 2025

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ