ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આ છટકુ શેરે કર્યાં માલામાલ, 1 લાખના સીધા બની ગયા 34 લાખ, ખરીદવા થઈ પડાપડી

બિઝનેસ / આ છટકુ શેરે કર્યાં માલામાલ, 1 લાખના સીધા બની ગયા 34 લાખ, ખરીદવા થઈ પડાપડી

Last Updated: 06:44 PM, 7 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાંચ વર્ષ પહેલાં તમે જો નીચે જણાવેલ કંપનીના શેરમાં જો તમે ફક્ત 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે અત્યારે વધીને 34 લાખ રૂપિયાથી વધુ થઈ ગયું હોત. ચાલો આ મલ્ટિબેગર શેર વિશે જાણીએ.

ADVERTISEMENT

શેર માર્કેટમાં રોકાણ આમ તો રિસ્કી છે પરંતુ અમુક સ્ટોક રોકાણકારોને માલામાલ પણ કરી દેતા હોય છે. માર્કેટમાં અનેક એવા શેર છે જેને આ ચમત્કારો કરી બતાવ્યા છે.  આવો જ એક સ્ટોક છે ગ્રેવિટા ઇન્ડિયા લિમિટેડ. જે ટૂંકા જ ગાળામાં રોકાણકારો માટે મલ્ટિબેગર બનીને ઉભરી આવ્યો છે.

  • 3346% નું છપ્પરફાડ રિટર્ન
    જો આપણે ગ્રેવિટા ઇન્ડિયાના પ્રોડક્ટ પોર્ટફોલિયો વિશે વાત કરવી હોય તો તે એક રિસાયક્લિંગ ફર્મ છે. જે મુખ્યત્વે લેડ, એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકના રિસાયક્લિંગમાં એક્સપર્ટ છે. 1992 માં બનેલી આ કંપનીનો વ્યવસાય ભારત સિવાય આફ્રિકા, મધ્ય પૂર્વ સહિત અન્ય દેશોમાં પણ ફેલાયેલો છે. 11સપ્ટેમ્બર 2020 ના રોજ ગ્રેવિટા ઇન્ડિયાના એક શેરની કિંમત માત્ર 49.30 રૂપિયા હતી, જે હવે વધીને 1699 રૂપિયા થઈ ગઈ છે. આમ રોકાણકારોને માત્ર પાંચ વર્ષના સમયગાળામાં 3346 ટકાનું મલ્ટિબેગર રિટર્ન મળ્યું છે.
  • 1 લાખને 34 લાખ બનાવી આપ્યા

જો આપણે આ સ્ટોકથી રોકાણકારોને થયેલા ફાયદાની સીધી ગણતરી કરવા જઈએ તો તે ખૂબ જ ઇઝી છે. જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા એટલે કે 11 સપ્ટેમ્બર 2020 ના રોજ આ સ્ટોકમાં 49 રૂપિયાના દરે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને તેને અત્યાર સુધી જાળવી રાખ્યું હોત તો તેમની આ રકમ અત્યાર સુધી 34,46,000 રૂપિયા થઈ ગઈ હોત.

  • શુક્રવારે ઉછાળા સાથે બંધ
    આ અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે ગ્રેવિટા ઇન્ડિયાનો સ્ટોક દિવસભર તેજી સાથે ટ્રેડ થયો હતો અને અંતે વધારા સાથે બંધ થયો હતો. આ શેર 1657.80 રૂપિયા પર ખુલ્યો અને ટ્રેડિંગના અંતે 2.49% ના વધારા સાથે 1699 રૂપિયા પર બંધ થયો હતો. તેની અસર કંપનીની માર્કેટ વેલ્યુ પર પણ જોવા મળી હતી, જે વેલ્યુ વધીને 12,330 કરોડ રૂપિયાએ પહોંચી ગઈ. આ સ્ટોકનું ૫૨ અઠવાડિયાનું હાઈ લેવલ 2700 રૂપિયા રહ્યું, જ્યારે 52 અઠવાડિયાનું લો લેવલ 1379.65 રૂપિયા છે.

વધુ વાંચો : થેલા ભરીને રૂપિયા ભેગા કરી રાખજો! આ સપ્તાહે ખુલશે 10 કંપનીના IPO

જો આપણે આ સ્ટોકના પર્ફોર્મ પર નજર કરીએ તો તેમાં વર્ષ-દર-વર્ષ એટલો ઉછાળો થયો છે કે રોકાણકારો માલામાલ થઈ ગયા છે. 11 સપ્ટેમ્બર 2020 ના રોજ તેની કિંમત 49.30 રૂપિયા હતી, જ્યારે 9 સપ્ટેમ્બર 2021 ના રોજ તેની કિંમત 200.20 રૂપિયાના લેવલે પહોંચી ગઈ. 9 સપ્ટેમ્બર 2021 ના રોજ તેની કિંમત 200.20 રૂપિયાના લેવલ પર હતી. 9 સપ્ટેમ્બર 2022 ના રોજ તેની કિંમત 330.35 રૂપિયા થઈ ગઈ હતી. ત્યારબાદ 15 સપ્ટેમ્બર 2023 ના રોજ આ શેર 804 રૂપિયા પર પહોંચ્યો અને તેના બાદના વર્ષે એટલે કે સપ્ટેમ્બર 2024માં તે લાઈફ ટાઈમ હાઈ થઈને 2700 રૂપિયાએ પહોંચ્યો હતો. જોકે બાદમાં આ શેર ઘટવા લાગ્યો પરંતુ તે હજુ પણ 1699 રૂપિયા પર છે.

(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gravita India Ltd Multibagger Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ