બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / BSNLના યુઝર્સની બલ્લે! સૌથી સસ્તા પ્લાનમાં 50 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ અને ડેટા
Last Updated: 08:12 PM, 6 December 2025
BSNL તેના સસ્તા રિચાર્જ પ્લાનના કારણે પ્રાઇવેટ કંપનીઓ માટે પરેશાનીનું કારણ બની રહ્યું છે. આ સરકારી ટેલિકોમ કંપનીના પોર્ટફોલિયોમાં અનેક સસ્તા રિચાર્જ પ્લાન સામેલ છે જે યુઝર્સને ખુબ લાભ આપે છે. આ પ્લાન ઓછી કિંમતે અનલિમીટેડ કોલિંગ, ડેટા અને બીજી સર્વિસ પણ આપે છે. BSNLએ તેના ડિસેમ્બર ટેરિફ પ્લાનનું લિસ્ટ બહાર પાડ્યું છે. જેમાં તેના તમામ રિચાર્જ પ્લાન વિશે ડિટેલ્સ શેર કરવામાં આવી છે. આ 50-દિવસના પ્લાનની કિંમત પ્રતિ દિવસ 7 રૂપિયા કરતા પણ ઓછી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
BSNL પાસે આ સિવાય 365 દિવસની વેલિડિટી સાથે ઓછી કિંમતનો રિચાર્જ પ્લાન પણ છે. જે યુઝર્સને સમગ્ર ભારતમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ અને ફ્રી નેશનલ રોમિંગ પણ ઓફર કરે છે. આ ઓછી કિંમતના પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા અને 100 ફ્રી SMS પણ મળે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, BSNL ઝડપથી તેના નેટવર્કનો વિસ્તાર કરી રહ્યું છે. આ સરકારી ટેલિકોમ કંપનીએ તાજેતરમાં 1,00,000 નવા 4G મોબાઇલ ટાવર્સનું ઇન્સ્ટોલેશન પૂરૂ કર્યું છે. BSNLનું 4G નેટવર્ક સંપૂર્ણ રીતે સ્વદેશી ટેકનોલોજી પર આધારિત છે અને ભવિષ્ય માટે પણ તૈયાર છે એટલે કે તેને 5G માં અપગ્રેડ કરી શકાય છે. BSNLઆવતા વર્ષની શરૂઆતમાં દિલ્હી અને મુંબઈમાં 5G સેવાઓ શરૂ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.