બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ગ્રેચ્યુટીથી લઈને પેન્શનના નિયમો બદલાયા, સરકારી કર્મચારીઓ ખાસ નોટ કરી લેજો
Last Updated: 06:49 PM, 6 December 2025
કેન્દ્ર સરકારના કર્મચારીઓને લગતા અનેક નિયમોમાં ફેરફાર વર્ષ 2025માં કરવામાં આવ્યા હતા. આવો જ એક નિયમ યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) સાથે સંબંધિત છે. UPS માં સામેલ તમામ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ હવે જૂની પેન્શન સ્કીમ (OPS) હેઠળ નિવૃત્તિ અને ડેથ ગ્રેચ્યુટી લાભો માટે પાત્ર બનશે.
ADVERTISEMENT
શું છે આદેશમાં ?
આ વર્ષે સરકારે એક નવો આદેશ જારી કર્યો હતો. આ આદેશ અનુસાર, UPS માં સામેલ કર્મચારીઓ પણ સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી) રૂલ્સ, 2021 હેઠળ નિવૃત્તિ ગ્રેચ્યુટી અને ડેથ ગ્રેચ્યુટી માટે હકદાર રહેશે. જો કોઈ કર્મચારીનું સેવા દરમિયાન મૃત્યુ થાય તો પરિવારને જૂની પેન્શન સ્કીમ (OPS) જેવા જ લાભો મળશે. કર્મચારીના મૃત્યુ કે અપંગતાના કિસ્સામાં પરિવાર પાસે OPS જેવા જ સુરક્ષિત લાભો પસંદ કરવાનો ઓપ્શન હશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સરકારે હાલમાં નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બે નવા રોકાણ ઓપ્શન - "લાઈફ સાઇકલ" અને "બેલેન્સ્ડ લાઈફ સાઇકલ" ને મંજૂરી આપી છે. NPS અને UPSમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ હવે અનેક રોકાણ ઓપ્શનમાંથી પસંદગી કરી શકે છે. જેમાં એક ડિફોલ્ટ ઓપ્શન છે જે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સમયાંતરે વ્યાખ્યાયિત કરાયેલ રોકાણનું "ડિફોલ્ટ પેટર્ન" છે. બીજા ઓપ્શન સ્કીમ-G છે જેમાં ઓછા જોખમવાળા, નિશ્ચિત રીટર્ન માટે સરકારી સિક્યોરિટીઝમાં 100 ટકા રોકાણ થશે.
ADVERTISEMENT
લાઈફ સાઇકલ (LC-25) ઓપ્શનમાં મેક્સીમમ ઇક્વિટી એલોટમેન્ટ 25 ટકા છે જે ધીમે ધીમે 35 વર્ષની ઉંમરથી 55 વર્ષની ઉંમર સુધી ઘટે છે. LC-50 ઓપ્શનમાં મેક્સીમમ ઇક્વિટી એલોટમેન્ટ નિવૃત્તિ ભંડોળના 50 ટકા સુધી લીમીટેડ છે. તો બેલેન્સ્ડ લાઈફ સાઇકલ (BLC) ઓપ્શન એ LC50 નું સુધારેલું સંસ્કરણ છે. જેમાં ઇક્વિટી એલોટમેન્ટ 45 વર્ષની ઉંમરથી ઘટે છે જેથી કર્મચારીઓ લાંબા ગાળા માટે ઇક્વિટીમાં રોકાણ કરી શકે. જ્યારે LC75 ઓપ્શનમાં મેક્સીમમ ઇક્વિટી એલોટમેન્ટ 75 ટકા છે જે ધીમે ધીમે 35 વર્ષની ઉંમરથી 55 વર્ષની ઉંમર સુધી ઘટે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.