બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:01 AM, 23 October 2025
આજે ભાઈ બીજ છે, આ તહેવાર ભાઈ-બહેન વચ્ચેના પવિત્ર અને અતૂટ બંધનનું પ્રતીક મનાય છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કપાળ પર તિલક લગાવે છે, તેમના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે. હિન્દૂ ધર્મની કથાઓ અનુસાર, આ દિવસે યમરાજ તેમની બહેન યમુનાના ઘરે ગયા હતા અને તેમને વરદાન આપ્યું હતું.
ADVERTISEMENT
ભાઈ બીજના શુભ પ્રસંગે જેટલું તિલક લગાવવાનું અને આરતી કરવાનું મહત્વ છે એટલુ જ મંત્રોના જાપનું પણ જ મહત્વ છે. એવી માન્યતા છે કે, આ મંત્રોનો જાપ ભાઈ સામે આવતી બધી મુશ્કેલીઓ દૂર કરે છે અને તેમના ભાગ્યના દરવાજા ખોલે છે. જેથી આપણે જાણીશું કે તિલક લગાવતી વખતે કયા મંત્રોનો જાપ કરવો સૌથી શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
‘गंगा पूजे यमुना को, यमी पूजे यमराज को। सुभद्रा पूजे कृष्ण को, गंगा यमुना नीर बहे मेरे भाई आप बढ़ें फूले फलें।

ADVERTISEMENT
તિલક લગાવતી વખતે આ મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે, જે ભાઈના જીવનમાં શાંતિ અને કલ્યાણ લાવે છે.
ભાઈની ઉત્ન્નતિ અને સુખ શાંતિ માટે આ મંત્રનો કરો જાપ.
ADVERTISEMENT
‘ॐ स्वस्ति भद्राणि शुभानि, पूर्णं भवतु ते आयुष्मान्। दीर्घायुः।’
ADVERTISEMENT
ADVERTISEMENT
જ્યારે કોઈ બહેન પોતાના ભાઈને ભોજન કરાવે છે ત્યારે આ મંત્રનો પાઠ કરવાથી ભાઈને યમરાજના ભયથી મુક્તિ આપે છે.
‘भ्रातस्तवानुजाताहं भुंक्ष्व भक्तमिमं शुभं। प्रीतये यमराजस्य यमुनाया विशेषत:।।’
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.