બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભાઈ અને બહેને એકસાથે આ મંદિરમાં કરવા જોઈએ દર્શન, ભાઈ બીજના દિવસે કરો પ્લાન

Bhai Beej / ભાઈ અને બહેને એકસાથે આ મંદિરમાં કરવા જોઈએ દર્શન, ભાઈ બીજના દિવસે કરો પ્લાન

Nirav Kumar

Last Updated: 06:37 PM, 22 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે ભાઈબીજનો પવિત્ર તહેવાર છે. આ દિવસ ભાઈ બહેનને સમર્પિત છે. આ દિવસે બહેન તેના ભાઈની લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે. એવામાં ભાઈ બહેન તરીકે તમારે અહીંયા જણાવેલ મંદિરની મુલાકાત લેવી જોઈએ.

ભાઈબીજનો તહેવાર 23 ઓક્ટોબર 2025ના રોજ છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવી, મીઠાઈ ખવડાવી તેમને નારિયેળ આપે છે.  આ દરમિયાન બહેનો ભગવાન પાસે ભાઈના સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરે છે. હિન્દૂ માન્યતા અનુસાર, આ દિવસે યમરાજે તેમની બહેન યમુનાના ઘરે જઈને તેમની મુલાકાત લીધી હતી, જ્યાં યમુનાએ તેમને તિલક લગાવીને તેમનું સન્માન કર્યું હતું. ત્યારથી આ પરંપરા ચાલુ છે. આ દિવસને ભાઈ અને બહેનના પવિત્ર સબંધનો દિવસ તરીકે માનાવવામાં આવે છે. એવામાં અમે તમને અમુક મંદિરો વિશે જણાવશું જ્યાં ભાઈઓ અને બહેનોએ સાથે મુલાકાત લેવી અને પૂજા કરવી જોઈએ.


vtv app promotion
  • યમુના ધર્મરાજ મંદિર,મથુરા

ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલું યમુના ધર્મરાજ મંદિર ભાઈ અને બહેનને સમર્પિત છે. મથુરાના વિશ્રામ ઘાટ પર આવેલું આ પ્રાચીન મંદિર યમરાજ અને તેમની બહેન યમુના માતાને સમર્પિત છે. યમુના અને યમરાજ ભગવાન સૂર્યના પુત્ર અને પુત્રી છે. એવી માન્યતા છે કે, જો ભાઈ અને બહેન યમુનામાં સાથે સ્નાન કરે છે અને મંદિરમાં જઈને દર્શન કરે તો તેમનો પ્રેમ અકબંધ રહે છે. અને સાથે જ દીર્ઘાયુનો આયુષ્યનો આશીર્વાદ મળે છે. આ મંદિરમાં રક્ષાબંધન અને ભાઈબીજ પર સૌથી વધુ ભીડ હોય છે

વધુ વાંચો : ભાઈબીજ પર બહેન પોતાના ભાઈને નારિયેળ કેમ આપે છે? જાણો ધાર્મિક મહત્વ

  • ભૈયા બહિની ગામ, સિવાન
    બિહારના સિવાન જિલ્લાના ભીખાબંધ ગામમાં આવેલું ભૈયા બહિની મંદિર ભાઈઓ અને બહેનો વચ્ચેના પ્રેમને સમર્પિત છે. બહેનો અહીંયા તેમના ભાઈઓની સુખાકારીની પ્રાર્થના કરવા માટે આવે છે. આ મંદિર લગભગ 500 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. આ મંદિરમાં કોઈ મૂર્તિ કે ફોટોની પૂજા થતી નથી. ભાઈ બહેન અહીંયા માટીના પિંડ અને મંદિરની બહાર આવેલા વડના વૃક્ષોની પૂજા કરે છે. એવી કથા છે કે આ જ સ્થળે એક ભાઈ અને બહેને સમાધિ લીધી હતી અને એજ સ્થાન પર આજે બે વડના વૃક્ષો છે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Festival Yamraj and Yamuna Bhai Beej
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ