બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / બ્રિટનના ડિફેન્સ મિનિસ્ટરનું રાજીનામુ, કહ્યું 'આર્મીને પૈસા નથી આપતી સરકાર'

વિશ્વ / બ્રિટનના ડિફેન્સ મિનિસ્ટરનું રાજીનામુ, કહ્યું 'આર્મીને પૈસા નથી આપતી સરકાર'

Nirav Kumar

Last Updated: 02:59 PM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનના રક્ષા મંત્રીએ હાઈ મોરલ ગ્રાઉન્ડ સ્ટેન્ડ લઈને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ડિફેન્સનું બજેટ વધારવામાં ન આવતા જોન હીલીએ રક્ષા મંત્રીના પદેથી રાજીનામું આપી દીધું છે.

બ્રિટનના ડિફેન્સ મિનિસ્ટર જોન હીલીએ ગુરુવારે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમને રાજીનામું આપતી વખતે કહ્યું કે, વધતા જતા ખતરાના આ યુગમાં સરકાર સેના પર પૂરતો ખર્ચ કરવા તૈયાર નથી. હેલીએ પ્રધાનમંત્રી કીએર સ્ટાર્મરને જણાવ્યું હતું કે સરકારનો ડિફેન્સ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આ ખતરનાક સમયમાં દેશની જરૂરિયાતો કરતાં ખુબ ઓછો છે.

ડિફેન્સ મિનિસ્ટ્રી અને નાણા મંત્રાલય વચ્ચે મતભેદ હોવાના રિપોર્ટને લીધે યોજનાઓને લાગ્ય કરવામાં વિલંબ થઈ રહ્યો હતો. હીલીએ પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે, "તમે વધતા જોખમોના આ યુગમાં દેશની રક્ષા માટે જરૂરી સંસાધનોને એકત્ર કરવામાં અસમર્થ રહ્યા છો અને નાણા મંત્રાલય એના માટે તૈયાર નથી." જ્હોન હીલીએ લખ્યું છે કે "મારી પાસે હવે રક્ષા મંત્રી પદ પરથી રાજીનામું આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી વધ્યો".

vtv hiring 2
  • 2024 થી હતા મંત્રી

જુલાઈ 2024માં લેબર પાર્ટીની સરકાર બની ત્યારથી જ્હોન હીલી બ્રિટનના ડિફેન્સ મિનિસ્ટરનું પદ સંભાળી રહ્યા હતા. તેઓ એક પાવરફુલ અને ગંભીર મંત્રી માનવામાં આવતા હતા. હવે તેમના રાજીનામાથી સરકાર માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો : વેનેઝુએલાની જેમ ઈરાનના તેલ પર પણ કબ્જો કરી લઈશું, ટ્રમ્પની ઈરાનને ખતરનાક ધમકી

પ્રધાનમંત્રી કીએર સ્ટાર્મરે 2027 સુધીમાં બ્રિટનના ડીફેન્સ ખર્ચને જીડીપીના 2.5% અને 2034 સુધીમાં 3% સુધી વધારવાનો વાયદો કર્યો હતો. પણ લશ્કરી એક્સપર્ટ માને છે કે આ સ્પીડ ખૂબ સ્લો છે. આ રાજીનામું બ્રિટનના પ્રધાનમંત્રી કીએર સ્ટાર્મર માટે બીજો મોટો ફટકો છે. કેમ કે,તેઓ પહેલેથી જ તેમના પોતાના લેબર પાર્ટીના સાથીદારો દ્વારા રાજીનામું આપવા માટે દબાણનો સામનો કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Britain John Healy Resigned Defense Minister
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ