બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:03 AM, 12 June 2026
Indian Ships Attack in Oman: યુએસ સેન્ટોમે જહાજના એન્જિન રૂમ પર બે હેલફાયર મિસાઈલ છોડવાની વાત કબૂલી છે. આ અઠવાડિયે ઓમાનમાં ભારતીય ક્રૂવાળા જહાજ પર હુમલાની આ ત્રીજી ઘટના છે.
ADVERTISEMENT
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટોમ) એ ભારતીય જહાજો પર મિસાઈલ છોડવાની વાત સ્વીકારી છે. ઓમાનના દરિયાકાંઠે ભારતીય ક્રૂવાળા જહાજમાં આગ લાગ્યા પછી આ હુમલો થયો છે.
સેન્ટોમે જહાજના એન્જિન રૂમ પર બે હેલફાયર મિસાઈલ છોડવાની કબૂલાત કરી છે. આ અઠવાડિયે ઓમાનમાં ભારતીય ક્રૂવાળા જહાજ પર હુમલાની આ ત્રીજી ઘટના છે.
ADVERTISEMENT
— U.S. Central Command (@CENTCOM) June 11, 2026
યુએસ સેન્ટ્રલ કમાન્ડે તેના નિવેદનમાં શું કહ્યું?
ADVERTISEMENT
યુએસ સેન્ટ્રલ કમાન્ડે એક્સ પર પોસ્ટ કર્યું કે યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ ગિની-બિસાઉ-ઝડાવાળા M/T જલવીર સામે કાર્યવાહી કરી છે, જે ઓમાનના અખાત દ્વારા ઈરાનથી તેલ પરિવહન કરવાનો પ્રયાસ કરી રહી હતી. વારંવાર યુએસ લશ્કરી સૂચનાઓનો અનાદર કર્યા પછી એક યુએસ વિમાને જહાજના એન્જિન રૂમમાં બે હેલફાયર મિસાઇલો દાગી હતી.

ADVERTISEMENT
આ પણ વાંચો- વિશ્વ / વર્લ્ડ બેંકનું ડરામણું એલર્ટ: મિડલ ઈસ્ટ યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્ર સંકટમાં, ભારત માટે સારા સમાચાર
સેન્ટોમ અનુસાર 13 એપ્રિલથી નાકાબંધી શરૂ થઈ ત્યારથી યુએસ સેન્ટ્રલ કમાન્ડે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ નવ જહાજોને બેકાર કરી દીધા છે. નિયમોનું પાલન કરનારા 135 જહાજોનો રસ્તો બદલી દેવામાં આવ્યો છે. માનવતાવાદી માનવીય સહાય લઇ જતા 42 જહાજોને પસાર થવા દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ બાજુ ઈરાનની ન્યૂઝ એજન્સીએ કહ્યુ છે કે 20 ક્રૂ સભ્યોમાંથી પાંચને અહીથી પસાર થતા જહાજોએ બચાવ્યા છે અને ઓમાન લઈ જવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.